કોમ્પ્યુટર કોચિંગ કલાસીસના ૩૧ સ્થળો ખાતે એસજીએસટી વિભાગના દરોડાની કાર્યવાહી

Spread the love

અમદાવાદ

સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આવી કાર્યવાહીના ભાગરૂપે વિભાગને ધ્યાને આવેલ કે કોમ્પ્યુટર કોચિંગ કલાસીસના સંચાલકો દ્વારા જીએસટી કમ્પલાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી તથા આ સેકટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો નથી. જેથી વિભાગ દ્વારા કોમ્પ્યુટર મલ્ટીમીડિયા, એનિમેશન તથા અન્ય વિવિધ કોમ્પ્યુટર કોર્સિસના કોચિંગ ની સેવાઓ પૂરી પાડતા ફૂલ ૧૫ પ્રાઇવેટ ક્લાસિસોના કૂલ ૩૧ સ્થળો ખાતે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા વાર તપાસ હેઠળના સ્થળોની વિગતમાં અમદાવાદ 4, સુરત 24, વડોદરા 1, રાજકોટ 2, કુલ 31 છે.તપાસની કાર્યવાહીમાં આ પેઢીઓ દ્વારા ક્લાઉડ બેઝ્ડ ERP સોફટવેરમાં હિસાબો નિભાવવામાં આવતા હોવાનું બહાર આવેલ છે.જેની ચકાસણીમાં ધ્યાને આવેલ છે કે, કોચીંગ કલાસીસ દ્વારા વિધાર્થી તથા બેચની સંખ્યા તથા ફી રકમ છુપાવવામાં આવેલ છે. આ ઉપરાંત વિધાર્થીઓ પાસેથી ફી રોકડેથી વસૂલ કરી તેના ઉપર ભરવાપાત્ર વેરો ભરવામાં આવતો ન હોવાનું બહાર આવેલ છે.વિભાગને તપાસ દરમ્યાન અંદાજિત રૂ. 20 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવેલ છે. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર વગેરેની સધન ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com