GJ-૧૮ ખાતે ફાયર સ્ટેશન આવેલ છે, ત્યારે ભરતી કઇ રીતે કરી અને તરતા ન આવડતું છતાં ઉર્તીણ કેવી રીતે થયા તે પ્રશ્ન પેચીદો છે, ત્યારે રોજબરોજ નર્મદા કેનાલમાંથી જે લાશો કાઢવામાં આવે છે, શું તે ફાયર બ્રિગેડના આ તરવૈયાઓ કાઢે છે, GJ-૧૮ ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની આજે તરણની પરીક્ષા લેવામાં આવી હતી. સેક્ટર ૧૯ જીમખાનામાં ૫૫ કર્મચારીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ૫ મીનીટમાં ૧૦૦ મીટર સ્વીમીંગ કરવાનુ હતુ, પરંતુ અનેક કર્મચારીઓને પુરી કરતા સ્વીમીંગ પુલમાં પરસેવો છુટી ગયો હતો. પરીક્ષામાં ૩ કર્મચારી ગેરહાજર રહ્યા હતા, જ્યારે કર્મચારીઓ સ્વીંમીંગ દરમિયાન પાળી પકડી લીધી હતી. સામાન્ય રીતે આ પ્રક્રિયા ભરતી કરતા પહેલા કરવાની હોય છે, પરંતુ નોકરી દરમિયાન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓને અગાઉ સ્વીમીંગ શીખી લેવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાની મુદત આપવામાં આવી હતી, જેની આજે સેક્ટર ૧૯ જીમખાનામાં પરીક્ષા લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના ૫૫ કર્મચારીઓની તરણની પરીક્ષા લેવામાં આવી હતી. ૧૦૦ મીટર સ્વીમીંગ માટે ૫ મીનીટનો સમય આપવામાં આવ્યો હતો.જેમાં ૪૭ કર્મચારીઓ પાસ થયા હતા, જ્યારે ૩ ગેરહાજર અને ૫ કર્મચારીઓએ સ્વીમીંગ દરમિયાન પુલની પાળી પકડી લીધી હતી. જેમને હજુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.આ પરીક્ષા ઉપર હવે શંકાઓ થઇ રહી છે. પરીક્ષા લેવા માટે કમિટી બનાવવામાં આવી હતી, જેમાં ફાયર વિભાગના જ ૩ સબ ઓફિસરનો સમાવેશ કરાયો હતો. ખરેખર કમિટીમાં અન્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો પરીક્ષાની પારદર્શિતા જળવાઇ રહેતી. જાેકે તેમ કરવામાં આવ્યુ નથી. જેને લઇને આ પરીક્ષા સામે સવાલો ઉભા થયા છે. જ્યારે તરણની પરીક્ષા ભરતી કરતા સમયે કરવી જાેઇતી હતી, હવે જાે કોઇ કર્મચારી નાપાસ થાય તો તેને ઘરે જવાનો વારો આવશે, તો પહેલા જ કેમ પરીક્ષા ન લીધી ? તેવા સવાલો થઇ રહ્યા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડમાં નોકરી કરતા ફાયરમેનની તરણની પરીક્ષા લેવામાં આવ્યા પછી ડ્રાઇવરની પરીક્ષા લેવાની છુપી રીતે માંગ ઉઠી છે. ફાયરના વાહન મોટા હોય છે અને તેમાં પાણી ભરેલુ હોય છે, તે ઉપરાંત તેને આકસ્મિક સમયમાં સ્પીડમાં ચલાવવાનુ હોય છે. તેવા સમયમાં જાે ડ્રાઇવીંગ આવડતુ ન હોય અને વાહન હંકારે તો તથ્ય કાંડ કરતા પણ મોટો કાંડ થઇ શકે છે.