GJ-૧૮ મહાપાલિકાના ઢોર ડબ્બામાં પશુઓ ખોટા દર્શાવીને દંડની રકમ ઓછી વસૂલવાનું લાખો રૂપિયાનું કૌભાંડ પુરાવા સાથે બહાર આવ્યા બાદ સ્ટેન્ડીંગ ચેરમેને વેટરનરી ડોક્ટર સામે સસ્પેન્શન સુધીના પગલાં લેવાની ભલામણ કરી હોવા છતાં મનપાના અધિકારીઓ દ્વારા વેટરનરી ડોક્ટરને બચાવી લેવામાં આવ્યા છે. વેટરનરી ડોક્ટર પાર્થ ચૌધરીના નામ સાથે આક્ષેપો થયા હોવા છતાં તેમની પાસેથી બાગાયતનો ચાર્જ પરત લેવા સિવાય અન્ય કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વહીવટી આદેશ મુજબ વેટરનરી ડોક્ટર પાર્થ ચૌધરી પાસે બાગાયત ખાતાનો વધારાનો ચાર્જ હતો તે પરત લઇ લેવામાં આવ્યો છે જ્યારે બાગાયત ખાતાનો ચાર્જ બાગાયત સુપરવાઇઝર જયદિપસિંહ રાજપૂતને સોંપવામાં આવ્યો છે. ઢોરના ડબ્બામાં હાલ ૧૩૫૦થી વધુ પશુઓ છે જેથી તેમની સંભાળ, સારવાર અને સફાઇ સહિતની કામગીરી કરવાની થાય છે.
ઉપરાંત રાજ્યપાલે પણ તાજેતરની મુલાકાત દરમિયાન વિવિધ સૂચનો કર્યા હતા. GJ-૧૮ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં જે ઘાસચારા કૌભાંડથી લઈને અનેક અબોલ જીવોને પૂરતું પોષણયુક્ત ખાવાનું મળતું ન હતું ત્યારે અગાઉના ચારા કાંડ વર્ષો પહેલા સાંભળ્યું હતું. તેમાં GJ-૧૮ રંગા, બિલ્લાં નું તારા કાર્ડ પણ એવું હતું કે ગાય ભેંસ થી લઈને અબોલ જીવોને ભૂખ્યા રાખીને બધો ચારાની રકમ ગળી જતા હતા હોવાનું પણ ચર્ચા રહ્યું છે ત્યારે દોઢથી બે વર્ષમાં કેટલી ગાયો મરી ગઈ તેનો આંકડો ચોંકાવનારો ધમાકો છે ત્યારે કયા ઢોરો પકડ્યા કયા નહીં પકડવા કોના છોડી દેવાના? કોના ક્યારેય નહીં લેવાના તેની વિડીયો ક્લિપ જાે બહાર પડશે તો GJ-૧૮ મનવાના ઉચ્ચ અધિકારી પણ હલી જશે. ત્યારે રંગાને ઢોર વાળો સાચવવા આપ્યો છે અને તેમના ઉપર અમિત સિંધવ વહીવટી અધિકારી નું અંકુશ રહેશે, પણ એકવાર લોહી ચાખી ગયા હોય એટલે તગડા ટેબલ નીચેની આવક સ્ટોક થાય તે શું બંધ થશે? ક્યારે સિંધવ હવે સિંઘમ બનશો કારણ કે અબોલ જીવનો પ્રશ્ન છે મેયર દ્વારા અઢી કરોડ જેટલી મતદાર રકમ ફાળવીને ગાયો માટે તબેલો બનાવવામાં જે પ્રયત્ન કર્યો તે સરાનીય છે પણ ચેરમેન દ્વારા સસ્પેન્ડ કરવાની જે કાર્યવાહીનો પત્ર હતો તેમાં જાેવા જઈએ તો ચેરમેન તથા કમિટીના સભ્યોની પીપૂડી વાગી નથી, ત્યારે ગંગા સામે જે કાર્યવાહી થઈ તેમાં અનેક લોકોમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે શું આટલી જ કાર્યવાહી બિલ્લો બાકાત કેમ? બિલ્લા એ તો શ્વાનો ઇન્જેક્શનથી લઈને શ્વાનોના ભોજનમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, ત્યારે ચેરમેનના પત્રએ તરખાટ મચાવ્યો હતો પણ રંગાબિલ્લા ની સામે કાર્યવાહીમાં ડીલાસથી ભાજપ અંદરો અંદર ખટરાગ અને જે એકતા જાેઈએ તે નથી ત્યારે બચાવવા કોણ મેદાને ? તે પ્રશ્ન યથાર્થ છે.