ગુજરાતમાં વિકાસે ગાંડા કર્યા છે, અમદાવાદ હોય કે Gj- 18 બધી જ જગ્યાએ વિકાસના કામોના કારણે અનેક લોકો પરેશાન છે, ત્યારે લાખો નહીં કરોડોના કરેલા ખર્ચા જોવા જઈએ તો આડેધડ ખર્ચા કરેલ બાદમાં હવે તોડફોડ થી પ્રજા પણ પરેશાન છે, ત્યારે Gj-18 ની રોનક અને જે શાન હતી તે સર્કલો હતા, હવે સર્કલો ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યા છે ,ત્યારે સર્કલો ઉપર મૂકેલી મૂર્તિઓ, જે લાખો રૂપિયાની ગણી શકાય, તે ક્યાં ગઈ? બતાવો અમને ? ત્યારે છ -4 અને છ -5 પાસે મૂકેલી મૂર્તિઓ બાપા ની ગાયબ કે પછી તોડી નાખવામાં આવી? આ પ્રશ્ન વેધક પ્રજામાં પુછાઇ રહ્યો છે,
મેટ્રો ના કામ ચાલુ રાત દિવસ છે , ત્યારે સર્કલો ઉપર દેવી-દેવતાથી લઈને ઋષિમુનિઓની જે મૂર્તિઓ કાંસાની જેની કિંમત અંદાજે લાખોમાં થાય છે, તે ગઈ ક્યાં? બાપા કયા ઞયા? ત્યારે આ મૂર્તિ જ્યારે મૂકવામાં આવી એટલે લોકાર્પણ કરવામાં આવ્યું ,ત્યારે તેની કિંમત લાખોમાં હતી ,જે મૂર્તિ જો સુવ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવી હોય તો બતાવો…
સર્કલો જે Gj- 18 ની શાન અને રોનક હતી, તે રોનક ખોવાઈ રહી છે, ત્યારે મેટ્રોના ચાલતા આડેધડ કામથી જે સર્કલો બનાવ્યા હતા ,તે સર્કલો ઉપર લાખો રૂપિયાની દેવી-દેવતા ઋષિમુનિઓની મૂર્તિઓ જે કાંસાની હોવાની ચર્ચા ,તે ક્યાં ગઈ? બતાવો નગરજનોને, તે હાલ લોકો પૂછી રહ્યા છે ?