ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી ગાંજાના છોડ મળવાનો સીલસીલો યથાવત છે. નડિયાદ તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જો કે ગાંજો ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે. ખેડા SOG પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખેડા SOGએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 19 છોડ મળી આવ્યા છે. કુલ SOG પોલીસે કુલ 1 લાખ 32 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં 1985ની કલમ 8 પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.