ગુજરાતનું કહેવાતું GJ- 18 ખાતે 15 મી ઓગસ્ટના દિવસે ઘર ઘર તિરંગા લહેરાવવા અને દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે તારીખ 9 થી 19 ઓગસ્ટ દરમિયાન મેરી માટી મેરા દેશ અને ઘર ઘર તિરંગા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભાગરૂપે Gj- 18 મનપા દ્વારા 75,000 તિરંગા નું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે 75,000 તિરંગા વેચવા કેમ? તે યર્થાત પ્રશ્ન સામે મેયર દ્વારા તમામ સ્ટાફ કર્મચારીને લગે રહો મુન્નાભાઈની જેમ તમામની રજા કેન્સલ, ફરજિયાત હાજર રહેવા સુધીની સૂચના આપવામાં આવતા અનેક કર્મચારીઓ દ્વારા જે રજા દિવસની આવે છે, તેમાં ફક્ત સોમવારની એટલે કે તારીખ 14 ઓગસ્ટની રજા મૂકી દે તો પાંચ દિવસનો આનંદ પરિવાર સાથે ફરવાનો પ્લાન પણ બનાવી દીધેલ , ઘણા એ તો બહારગામ જવાની ટિકિટો પણ બુક કરાવેલ ,ત્યારે હવે મજા કરવા જતા સજા જેવો ઘાટ થયો છે અને હવે ઘરમાં હાંડલા -કુસ્તી શરૂ થઈ ગઈ છે.
GJ-18 મનપા ના ઘણા કર્મચારીઓ એ બીમાર અથવા કંઈક બહાનાબાજી કરીને રજા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અત્યારે રજાતો ફક્ત ને ફક્ત મેડિકલ ઇમરજન્સી હોય તો જ મળે, ત્યારે અત્યારે બધાને મેડિકલ ઈમરજન્સી જેવો ઘાટ સર્જાયો છે, તંત્રના ડર કરતાં હોમ મિનિસ્ટર નો ડર વધારે લાગે છે કારણ કે એક મહિનાથી બનાવેલું પ્લાનિંગ વેર વિખેર થઈ જાય એટલે શું કરવું? ત્યારે હાલ ઘણા કર્મચારીઓને ઘરમાં તું તું મેમેની આગ લાગી ગઈ છે ત્યારે હવે ઠારવા જાય કોણ જેવો ઘાટ સર્જાયો છે, જેમાં રેલ્વે થી લઈને એસ.ટી.ની બસો અને પ્રવાસ ટુર બસમાં બુક કરાવેલી ટિકિટો કેન્સલ બાદ અમુક રકમનું નુકસાન પણ થવા પામેલ છે ,હવે આઝાદી કા અમૃત મહોત્સવ અને તિરંગા નું વિતરણ પણ 75 હજારનું કેવી રીતે કરવું તેનો પ્લાન બનાવનાર અને આપનારને મનની મનમાં ચમનપુરા વાળા લોકો શ્લોકો બોલી રહ્યા છે, પણ કરે શું? સામે છાતીએ કોઈ કહી શકે નહીં, ત્યારે પાંચ દિવસની રજા ના સપના હવે ઓફિસ અપના જેવો ઘાટ સર્જાયો છે.
બોક્સ :-
સોમવારની રજા મૂકો એટલે પાંચ દિવસ રજા સળંગ મજા મજા, પણ 75,000 તિરંગા વહેચવા માટે તમામની રજા રદ કરાતા અનેક ફરવાના પ્લાનિંગની પથારી ફરી જતા કર્મચારીઓના ઘરે પણ ધમાધમ ચાલી રહ્યું છે, એક મહિનાથી ફરવાનું પ્લાનિંગનો જે મેપ હતો ,તેની પથારી ફરી જતા કર્મચારીઓની પત્નીઓ પણ રિસામણે જેવો ઘાટ, રેલવે ,એસટી ,પ્રાઇવેટ વાહનોના કરાયેલા બુકિંગ રદ થતાં ૨૦ % ડંડો વાગ્યો, દંડો પોસાય પણ ઘરે કકળાટથી ભારે ઉચાટમાં ફરતા કર્મીઓ