વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી ભાષણમાં કહ્યું કે સોની કારીગરો ઉપરાંત સુથાર, વાણંદ, કડીયા, જેવા ઓજાર હથીયારોથી કામ કરતા વર્ગ માટે ખાસ યોજના લાગુ કરવામાં આવશે. પ્રારંભીક તબકકે આ યોજના રૂા.13300 થી 15000 કરોડની રહેશે.વિશ્વકર્મા જયંતિના દિવસે આ વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવો. આ યોજનાથી ઔજાર કામ કરતાં કારીગરવર્ગને નવી તાકાત મળવાનો તેઓએ દાવો કર્યો હતો.
વડાપ્રધાને પુનરોચ્ચાર કર્યો હતો કે આવતા પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્ર વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થામાં સામેલ થઈ જશે તે મારી ગેરેંટી છે. 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગની શકિત બન્યા છે. ગામડાની તાકાત સમૃદ્ધિ વધે એટલે શહેરોની આર્થિક તાકાતને વધુ જોર મળે છે.