- દેશ આજે રાષ્ટ્રીય તહેવારની ભારે જોશ સાથે ઉજવણી કરી રહ્યું છે, આજે ભારત 77મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, ત્યારે પોરબંદરના દરિયામાથી એક અદભૂત દેશભક્તિના જોશની તસવીરો સામે આવી છે. અહીં પોરબંદરના દરિયામાં વચ્ચોવચ યુવાઓ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો છે.
અત્યારે સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છે, ત્યારે પોરબંદરના દરિયામાં પણ એક જોશભર્યો તિરંગો લહેરાવાયો છે.
ખરેખરમાં, પોરબંદરના દરિયામાં આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 77મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, આ પ્રસંગે અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો છે.
યુવાઓ દ્વારા આ ઘૂઘવતા દરિયા અને તોફાની મોજાઓની વચ્ચે પણ તિરંગાનો શાન સાથે લહેરાવાયો છે. અહીં છેલ્લા 22 વર્ષથી આ યુવાઓ તોફાની મોજા સાથે બાથ ભીડી ભક્તિના રંગે રંગાય છે, આજે પણ આ જ સ્થિતિ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોવા મળી છે.
ખાસ વાત છે કે દરિયાની વચ્ચોવચ પહેલા ધ્વજવંદન કરવામાં આવ્યુ, અને બાદમાં આ યુવાઓ દ્વારા રાષ્ટ્રગાન અને સલામી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદર ચોપાટી ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓની સાથે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.