ગાંધીનગરમાં 1થી 18 ઓગસ્ટ દરમિયાન 12 મકાનના તાડા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

Spread the love

રાજ્યનું શાંત, સુંદર અને હરિયાળું શહેર ગણાતા પાટનગરમાં નાગરિકોની મિલકત સુરક્ષિત નથી. તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય એમ ઓગસ્ટ મહિનાના 18 દિવસમાં જ 12 મકાનના તાળા તૂટ્યાં છે. નાગરિકોના પરસેવાની કમાણી તસ્કરો લૂંટી રહ્યા છે બીજીતરફ પોલીસ ઘરફોડ ચોરી રોકવામાં નિષ્ફળ નિવડી છે. શહેરમાં ચારેતરફ સીસીટીવી નેટવર્ક છે, તસ્કરીના ફૂટેજ પણ છે પરંતુ પોલીસ હજુ તસ્કરોને શોધી શકી નથી. નાગરિકોનું માનવું છે કે રાત્રિના સમયે પેટ્રોલિંગનો વ્યાપ ઘટ્યો હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે બીજીતરફ ડિટેક્શન પણ ઘટ્યું હોવાથી પોલીસની ધાક રહી નથી.

રાજ્યનુ પાટનગર પોલીસ ચોપડે ભલે સુરક્ષિત દેખાતુ હોય પરંતુ હકીકતમાં તેવુ નથી. પુરતો પોલીસ ફોર્સ હોવા છતા નાગરિકોની માલ મિલકતની ચોરી થઇ રહી છે. માત્ર ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ઓગસ્ટના 18 દિવસમાં 12 ઘરના તાળા તુટ્યા છે, ગત 29 જુલાઇના રોજ ગાંધીનગર મહાપાલિકાના ભાજપના નગરસેવકના ઘરના પણ તાળાં તુટ્યા હતા. જ્યારે 1થી 18 ઓગસ્ટ દરમિયાન 12 મકાનના તાડા તોડી તસ્કરોને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. નાગરિકો મકાન બંધ કરીને હરવા ફરવા જાય તો તે ઘરના તાળા ચોક્કસ તુટી રહ્યા છે.

તે ઉપરાંત શહેરમાં સેક્ટર 21 હવેલી મંદિર પાસેથી અને ભાટ સાબરમતિ નદી પાસેથી વૃદ્ધાના ગળામાંથી ચેઇન તોડી સ્નેચર્સ ભાગી ગયા હતા, જે હજુ પોલીસ પકડથી દુર છે. શહેરમાં તસ્કરો બેફામ બનીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. જિલ્લા પોલીસ વડાએ તમામ પીઆઇને ઘરફોડ રોકવા તાકીદ કરી ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીએ જિલ્લાના તમામ પોલીસ મથકના વડાને ઘરફોડ રોકવા માટે તાકીદ કરી છે. માત્ર 18 દિવસમાં શહેરીજનોની 20 લાખ કરતા વધારે રકમની માલમત્તાની ચોરી થઇ છે.

ત્યારે તસ્કરોને પકડવા દિવસ રાત એક કરવા પણ સૂચનો કરાયા છે. ગાંધીનગ ર શહેર વિસ્તારમાં વધતા ચોરીના બનાવને લઇ જિલ્લા પોલીસ વડા ચિંતા કરી રહ્યા છે. અગાઉ સેક્ટર 21 હવેલી મંદિર પાસેથી વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ થતા જાતે ગયા હતા અને સીસીટીવી ચેક કર્યા હતા. તે ઉપરાંત સેક્ટર 2 ખાતે પણ પહોંચી કામગીરી કરી હતી. આ બાબતે તેમની સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ચોરીના બનાવો રોકવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને તેના માટે ખાસ ડિટેક્શન ટીમ બનાવવામાં આવી છે. જે તસ્કરોને ઝડપી ચોરીના બનાવ અંકુશમાં લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com