ગુજરાતનું કહેવાતું GJ- 18 ખાતે જે 1 થી 30 સેક્ટરોનો વિકાસ થતા વર્ષો લાગ્યો તે નવા સેક્ટરો એવું એવા ન્યુ Gj- 18 થી પ્રચલિત સરગાસણ, કુડાસણ, રાયસણ અત્યારે વિકાસ માટે હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે Gj- 18 મનપાના કમિશનર જે. એન. વાઘેલા ની અધ્યક્ષતામાં મેયર ,ડેપ્યુટી મેયર , ચેરમેન સાથેની મિટિંગમાં આવનારા દિવસોમાં “સ્ટ્રીટ ડેવલોપમેન્ટ” અંગેની બેઠકમાં અનેક ફળદાયી અને પાવરફુલ નિર્ણયો લેવામાં આવ્યા હતા, ત્યારે દરેક નવા સેક્ટરોમાં સુવિધા યુક્ત રોડ, ફૂટપાથ, સર્વિસ રોડ, ગૌરવ પથ” સહિત વિવિધ પ્રકયલ્પોનું આયોજન થયુ હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.
વધુમાં સર્વિસ રોડના વિકાસ માટે HPC કંપની દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યારે રોડના વિકાસ સાથે જરૂરી સેવાઓ જેવી કે પાણી સ્ટ્રોંમ વોટર તથા ગટર લાઈનોનું યોગ્ય પ્લાનિંગ કરવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ ની સેવાઓ જેવી કે રિક્ષાઓ, ટેક્સી સ્ટેન્ડ વિકસાવવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે મેંયર હિતેશ મકવાણા એ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર ભાર મૂકીને પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
બોક્ષ :-
GJ- 18ના જે ગામની પાછળ “શણ” આવે તે હવે ડેવલપમેન્ટ ની ઊંચાઈઓ ઊંચાઈઓ સર કરશે, સરગાસણ, કુડાસણ, રાયસણ ,અગાઉ જે ગામની પાછળ આવતું ,ત્યાં મણ ભરીને કરશે, હવે વિકાસ