આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે ગરીબોની ચિંતા અને તેમની યોજનાઓ જે બહાર પડતી હોય તે વિધાનસભાના ગેટ પાસે જ શ્રમજીવી સામાન ભરીને તેમાં બાળકને બેસાડીને મજૂરી કરી રહ્યો છે ,અનેક યોજનાઓ સરકાર દ્વારા બહાર પડી છે ,પણ અમલ કેટલો? Gj- 18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય ,ત્યારે અહીંયા આ સ્થિતિ અને ચિત્ર છે, તો શું બીજે આ ચિત્ર કેટલા બિહામણાં હશે? શાળાથી લઈને પાપા પગલી માનવા વાળુ બાળક પિતા સાથે મજૂરીએ લઈ જઈને તેને સાથે રાખવું પડે છે, આજે આજની પેઢી જે સુખ સમૃદ્ધિમાં આળોટી રહી છે તેમને અગાઉના વડવાઓની મજૂરીની ખબર નહીં હોય ,ત્યારે ભારતના વડાપ્રધાન ગરીબોથી લઈને શ્રમજીવીઓ માટે અનેક યોજનાઓ લાવ્યા છે ,આજે પાંચ રૂપિયામાં ભોજન ,પણ ઘણીવાર તંત્રના પાપે સરકારને બદનામ થવું પડે તેઓ ઘાટ સર્જાય છે ,બાકી આ બાળક ધુળ ,રેતી ,રજકાણોથી રમતું અને એન્ટિવાયરસ બની રહ્યું છે ,ત્યારે આજનું બાળક જોવા જઈએ તો અડધો કિમી ચાલવું હોય તો જોર આવે્, શોપિંઞે દૂધ લેવા પણ વ્હીકલ જોઈએ, પહેલા વાગે એટલે ઓમાં બોલતું ,હવે આઉચ , ત્યારે નવું જનરેશન પાસે ભલે વિઝન હોય, પણ કોમ્પ્યુટરનું બટન દબાવવાથી ઝાડવા ફટાફટ ઉઞી જાય પણ જ્યારે સાચી દુનિયામાં જોવામાં આવે તો કેટલું સિંચન કરવું પડે છે ,તે જોજો, ભલે ગમે તેટલું ડિજિટલ થાય પણ મજૂરી, મહેનત અને અમુક એવા કામો છે ,તેમાં માનવજાત સિવાય ચાલવાનું નથી, ત્યારે આવા અનેક બાળકો જે ભણવા, રમવાની ઉંમર હોવા છતાં બાપા જોડે લાગી જતા હોય છે, ત્યારે હવે એ જમાનો ગયો કે માણસ કમાયે સો ખાય, બધાએ કામ કરવું પડે ,ત્યારે સાંજે રોટલો, ખીચડી ખવાય ,બાકી આવા અનેક બાળકોને મા બાપ ના છૂટકે કામ ધંધે જોડે લઈને આવતા હોય છે, ત્યારે ભગવાન પણ છે, સાચવવાવાળો