જામનગરમાં સામાન્ય સભામાં વિપક્ષ નગરસેવક મેયર પર ગુસ્સે ભરાયા છે. જેમાં સામાન્ય ચાલુ સભામાં વિપક્ષ સભ્ય રજૂઆત કરવા ડાયસ પર બેનર લઇ ચડી ગયા હતા. પ્રોપર્ટી ટેક્સમાં ભાવ વધારા મુદ્દે રજૂઆત કરી અને ભાજપના રાજનો ગરબો શરૂ કરી ઘૂમ્યા હતા. મેયરે બોર્ડને પૂરું કરી નાખતા તે ઉશ્કેરયા હતા અને કહ્યું કે તમારા પક્ષના ધારાસભ્યને તમે કંઈ કહીં શકતા નથી અને અહીં વહેલું બોર્ડ પુરું કરી નાંખો છો. તેમજ ગઇકાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મારી માટી મારો દેશના કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા અગ્રણીઓ વચ્ચેના સંવાદ મામલે દિવસ ભર અનેકવિધિ ચર્ચાઓ થયા પછી આખરે રાત્રિના સમયે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી, અને ભાજપ એક શિપ્તબદ્ધ પાર્ટી છે, અને મોટો પરિવાર છે.
માત્ર મિસ અંડરસ્ટેન્ડિંગ અને કવિક રિએક્શન એટલું જ માત્ર કારણ હોઈ શકે.ભાજપ પ્રદેશ પ્રમુખની સાથે ચર્ચા કર્યા પછી મીડિયા સમક્ષ પોતાનો પ્રતિભાવ આપ્યો, ભાજપ પ્રદેશ પ્રમુખની સાથે ચર્ચા કર્યા પછી મીડિયા સમક્ષ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે આટલા મોટા પરિવારમાં નાની મોટી વાતો થતી રહે, નગરના મેયર બીનાબેન મારા મોટા બહેન છે, અને ધારાસભ્ય રીવાબા મારા નાના બહેન છે. નજીકના ભવિષ્યમાં સમગ્ર ભાજપ પરિવાર અન્ય કાર્યક્રમમાં એક સાથે જાેવા મળી શકે છે, તેમ પણ જણાવ્યું હતું. તળાવની પાળે યોજાયેલા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ત્રણેય વચ્ચે માત્ર અડધો મિનિટના સમયગાળા દરમિયાન થયેલી વાતચીતના સંદર્ભમાં સાંસદ પૂનમબેન દ્વારા ખુલાસો કરતાં જણાવાયું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ મોટો પરિવાર છે, અને જાહેર કાર્યક્રમો દરમિયાન ક્યારેક આવી ચર્ચાઓ થતી રહે છે.