મદુરાઈ ટ્રેનમાં બચાવો- બચાવોની બૂમો, કોફી બની અકસ્માતનું કારણ, આગથી 10નાં મોત

Spread the love

તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી હતી. શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. યુપીના 63 શ્રદ્ધાળુ ખાનગી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે કોચ પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ સાથે જોડાયેલો હતો. આ કોચ 17 ઓગસ્ટે લખનઉથી દક્ષિણ ભારતનાં તીર્થધામો માટે ભારત ગૌરવ એક્સપ્રેસ સાથે જોડાઈને રવાના થયો હતો.
મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું હતું કે કોચમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ યુપીના હતા. આ કોચ બે દિવસ મદુરાઈમાં રહેવાનો હતો. આજે સવારે મુસાફરો કોફી બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો ત્યારે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે લગભગ 5.15 વાગ્યે લાગી હતી, જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ હતી. આ પછી 5.45 વાગ્યે ફાયરબ્રિગેડે આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. સવારે 7.15 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. માત્ર ખાનગી કોચમાં આગ લાગી છે. આગ બીજા કોચમાં ફેલાતી અટકાવવામાં આવી હતી.
કોચમાં આગ લાગવાનું મુખ્ય કારણ ગેસ-સિલિન્ડર હતું, જે ગેરકાયદે રીતે લઈ જવામાં આવી રહ્યાં હતાં. રેલવે અનુસાર, કોઈપણ વ્યક્તિ IRCTCથી કોચ બુક કરાવી શકે છે, પરંતુ સિલિન્ડર લઈ જવા પર પ્રતિબંધ છે. આમ છતાં મુસાફરો સિલિન્ડર લઈને સવાર થયા. DRM સહિત રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલ લોકોને મદુરાઈની સરકારી રાજાજી કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોકો બચાવો- બચાવોની બૂમો પાડી રહ્યા હતા
અકસ્માત બાબતના બે વીડિયો સામે આવ્યા છે, જેમાં એક મહિલા અને કેટલાક મુસાફરો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા છે. થોડીવાર પછી તેમનો અવાજ બંધ થઈ જાય છે. રેલવે કર્મચારીઓ અગ્નિશામક સાધનો અને પાણીનો મારો કરી રહ્યા છે. પરંતુ, આગ એટલી ભયાનક હતી કે તેને કોઈ અસર થતી નહોતી.
મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત
આગની જ્વાળાઓ વધતી જોઈને રેલવેએ તરત જ બાજુના કોચને અલગ કરી દીધા, જેથી આગ અન્ય કોચમાં ફેલાઈ ન શકે. આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
મદુરાઈ DRM તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે
9360552608
8015681915
સીએમ યોગીએ રેલવે મંત્રી પાસેથી માહિતી લીધી
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ પોતે આ ઘટના પર નજર રાખતા હતા. દરેક ક્ષણે અપડેટ લેતા હતાં. રેલવે મંત્રી અશ્વિની વાર્શ્નેય સાથે વાત કરી હતી. અમે અકસ્માતમાં ઘાયલોની યોગ્ય સારવાર પર નજર રાખી છે. મુખ્ય સચિવ ગૃહે કમાન સંભાળી લીધી છે. સ્થાનિક અધિકારીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ યુપીના લોકોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. યુપી સરકારે ટોલ ફ્રી નંબર 1070, 94544410813, 9454441075 જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com