GJ-18 મહાનગરપાલિકામાં પાવરફુલ કમિશનર, મેયર ,ડે. મેયર, ચેરમેન છતાં મનપામાં અરજદારને એક મહિનાથી ફરિયાદ કરવા છતાં કામ ન થાય, અને લોક દરબારમાં જવું પડે, તે ખરેખર શરમજનક કહેવાય, ત્યારે તંત્ર સામે પક્કડ ઢીલી ગણવી કે તંત્રને વેપારીઓ ગાંઠતા નથી,
પ્રાપ્ત વિગતો અનુસાર કુડાસણ ખાતે આવેલ રાધે સ્ક્વેર, બ્લોક નંબર 4, દુકાન નંબર 59, જે સૂર્યપ્રકાશ વૈષ્ણવની માલિકીની છે, જે પ્રથમ માળે આવેલી છે, ત્યારે બીજા માળે બાંધેલ બેસ્ટ વેલી હોટેલ ના અનઅધિકૃત સંડાશ બાથરૂમમાંથી એટલે કે પ્રથમ માળે દુકાનમાં પાણી ટપકવા અને લીકેજ રહેતા તથા રોગચાળાનો ભય વધતા હોટલના માલિકે જણાવવા છતાં ન કરતા આખરે તંત્ર એવી મનપાને ફરિયાદ કરતા જે છ મહિનાથી વધારે સમય જતા ન થતા આખરે અરજદારે સ્વાગત ઓનલાઇન માં આપતા અને કાર્યવાહીની સૂચના ગુરૂવારના રોજ આપવામાં આવી ,ત્યારે આ કામ મહાનગરપાલિકા નું હોવા છતાં મનપાની પીપૂડી વાગતી ન હોય અને હોટલના માલિક વેપારી ગાંઠતા ન હોય તો મનપાનું કામ શું? છ મહિનાથી અરજદાર અનેક જગ્યાએ રજૂઆત કર્યા બાદ મનપાને પણ રજૂઆત કરેલ જે ન થતા ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમાં જવું પડે, તો મુખ્યમંત્રી કાર્યાલય અને કલેકટર કચેરીએ પ્રશ્નોના થોકડા વધી રહ્યા છે, તો થોકડા વધવાનું કારણ શું ?
બોક્સ :-
મહાનગરપાલિકા ને કોઈ વેપારીઓ, હોટેલના માલિકો ગાંઠતા નથી, તેનો આ પુરાવો કહી શકાય, તંત્ર દ્વારા અનેક સૂચના આપવા છતાં ડાહી શિખામણ આપીને આવતી રહે, પણ સાસરે જાય નહીં ,તેવો ઘાટ સર્જાયો છે, મુખ્યમંત્રી કાર્યાલય તથા કલેકટર કચેરીએ પ્રજાના પ્રશ્નોના થોકડા વધી રહ્યા છે, તેનું કારણ મનપા કામ કરતું નથી?