GJ-18 મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા સતત 20 કલાક કામ કરી રહ્યા છે, અડધી રાત્રે ફોન કરો એટલે તુરંત ઉપાડે, ત્યારે મેયર બન્યા બાદ પ્રથમ વાર મેયરને ફોન કરો તો મેસેજ આવે કે પછી ફોન કરું, ત્યારે Gj- 18 એટલે ગાંધીનગર નહીં પણ પ્રશ્નોનું આંધીનગર કહેવાય, રોજબરોજ પાટનગર હોવાથી કાર્યક્રમો સતત ચાલુ જ હોય ,ત્યારે મેયર નાનામાં નાના વ્યક્તિને ત્યાં આમંત્રણ હોય તો પણ માનભેર જાય ,ત્યારે બે દિવસમાં અનેક આમંત્રણ હોવા છતાં મેયર ઘરની બહાર ન નીકળતા અને તબિયત નાદૂરસ્ત હોવાથી અનેક લોકોમાં ચિંતા પેઠી છે, ત્યારે ઘણા શુભચિંતકોએ આજે હનુમાનજી નો શનિવાર હોવાથી મેયર સાજા ઝડપથી થઈ જાય તે માટે માનતા થી લઈને પ્રાર્થના કરી છે,
કુદરતનો નિત્યક્રમ છે કે ગમે તેટલું કામ કરો ,પણ અમુક છ થી આઠ કલાક શરીરની આરામ આપવો જ જોઈએ, ત્યારે મેયરે આઠ કલાક આરામ કરવાના બદલે બીજા ચાર કલાક પ્રજાના પ્રશ્નોથી લઈને પાર્ટી ,પક્ષના આદેશોનું પાલન કરવા દોડતા જોવા મળે છે ,ત્યારે મેયર બન્યા બાદ સતત બેથી ત્રણ દિવસ કાર્યાલયે ના આવ્યા હોય એવું પહેલી વાર બન્યું છે ,અને ફોન અડધી રાત્રે કરો તો રિસીવ તુરંત જ કરે ,પણ હમણાં રિસીવ કોઈનો પણ ફોન ન કરતા શુભચિંતકો થી લઈને કાર્યકરો ,નગરસેવકો અને અનેક સંસ્થાઓ સાથે સહયોગથી જોડાયેલા હોવાથી મેયરની ચિંતા કરવા વાળા પણ અનેક લોકો છે ,ત્યારે નામ હિતેશ ,રહે ટેસ, નહીં મારવાની કોઈને ઠેસ ,બાકી લગાવી હોય તો આવી જાવ રેસમાં, તેવો સ્વભાવ રહ્યો છે, ત્યારે મેયરની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે, ત્યારે સૌથી વધારે થાકના કારણે શરીરમાં નબળાઈ આવતા મેયર હાલ આરામ ઉપર છે ,બાકી આજે શનિવાર, ત્યારે તુમ રક્ષક કા હોકો ડરના ,તેમ બલી ઊભા થઈ જાય તેવી સૌ મિત્રોની લાગણીની ચર્ચા જોવા મળી છે.
બોક્સ :-
અડધી રાત્રે ફોન ઉપાડનારા મેયર ત્રણ દિવસથી ફોન રિસીવ કરતા નથી, ત્રણ દિવસ સતત કાર્યાલયે આવ્યા નથી, બાકી આજ દિન સુધી એવું બન્યું નથી, સતત આ મોરલો દોડતો જ રહે ,પણ 24 કલાકમાં સાતથી આઠ કલાક આરામ જોઈએ ,ત્યારે માંડ ચાર કલાક આરામ કરતા મેયરને થાક ,નબળાઈ ના કારણે તબિયત નાદુરસ્ત થઈ છે,
ત્યારે મોરલો દોડતો થઈ જાય ,તેવી સૌની લાગણી,