ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા કોંગ્રેસનો રેકોર્ડ ગુજરાતમાં વિધાનસભા તોડવાનો હતો, તેમાં અનેક પ્રમુખો ફેલ ગયા ત્યારે હીરાની પરખ જાણનારા મોદીજીએ પાટીલની નિમણૂક પ્રદેશ પ્રમુખ પદે કરતાં પાટીલમાં અમુક જૂથ દ્વારા અંદરો અંદર ખટરાગ અને વિરોધ થયો હતો અને બે આંકડામાં આવી જશે તેવી વાતો વહેતી થઈ હતી ,પણ પાટીલ નો પેજ પ્રમુખનો આઈડિયા કારગત સાબિત થયો અને રેકોર્ડ બ્રેક 156 સીટો ગુજરાતમાંથી જીતીને બતાવી, ત્યારે પાટીલને કર દિયા કમાલ,
આજે સંગઠનમાં ફેરફારો આવી રહ્યા છે બાઝનજર પોતે પાટીલ રાખી રહ્યા છે ,લાડકા , વાડકા અને કોન્ટ્રાક્ટરોથી હર હંમેશાં દૂર રહેતા અને કામ કરતા કાર્યકરો થી લઈને જે હોદ્દેદારો કામ કરે છે, તેમના માટે પાટીલ પાવરફુલ કામ કરે છે.
નાના કાર્યકરોમાં જોમ લાવનારા પાટીલ્, કાર્યકરોના કામ ન થતા હોવાની ફરિયાદો ઉઠતા પોતે મંત્રીઓને દર અઠવાડિયે એક થી બે દિવસ અમુક કલાક કાર્યકરોના પ્રશ્નો સાંભળવા તાકીદ કરી હતી, કાર્યકરોમાં પાવરફુલ નવો સંચાર લાવનાર પાટીલને કરદીયા કમાલ,