ગુજરાતમાં ડગલેને પગલે વિકાસ થયો છે, ત્યારે Gj-18 એટલે કે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે ગુજરાતના પાટનગરમાં રેલી, સરઘસ, આંદોલન કારીઓ રોજબરોજ આવતા હોય છે, ત્યારે તેને રોકવા માટે બેરીકેટ અને ખાસ ટ્રાફિક વ્યવસ્થા ની ઝુંબેશ માટે આનો ફૂલ ઉપયોગ કરવામાં આવતો હોય છે ,ત્યારે એક બેરીકેટ 25,000 થી વધારે કિંમતમાં બને છે ,ત્યારે ઘણી સંસ્થાઓ, ધંધાર્થીઓ બેંકો દ્વારા પણ મદદ મળે છે, ત્યારે આ બેરીકેટની હાલત જુઓ, ભંગારમાં કાટ ખાઈ રહ્યા છે ,ત્યારે સરકારી સૂત્રો સાંભળ્યા હશે કે સરકારી મિલકતની જાળવણી એ આપણા સૌની છે, તેનું ધ્યાન રાખો, સરકારી મિલકતોને નુકસાન ન કરો ,આ જવાબદારી તમામની છે, તો આ જવાબદારી કોની ?
ભંગાર વાડો થાય તે પહેલા યોગ્ય જાળવણી કરો, તંત્ર આદેશો અને સલાહ આપે ,ત્યારે આ મિલકતની જાળવણી કરવાની જવાબદારી માંથી છટકો એ કેમ ચાલે? પ્રજાના ટેક્સના નાણા થી આ બધો ખર્ચ પડ્યો છે.
બોક્સ :-
શહેરમાં ઠેર ઠેર ભંગાર વાડો બેરીકેટનો જોવા મળશે ,કાટ ખાઈ રહેલા કરોડોના બેરીકેટની સંભાળ કરો ,નિયમો પ્રજા માટે તો તંત્ર માટે કેમ નહીં ?