અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમિતકુમાર વસાવા અમદાવાદ ગ્રામ્ય, તથા નાયબ પોલીસ અધીક્ષક ભાસ્કર વ્યાસ સાણંદએ જિલ્લામા પ્રોહી/જુગારની ચુસ્ત અમલવારી કરવા પ્રોહિ તથા જુગારની કામગીરી શોધી કાઢવા સુચના કરેલી જે અનુસંધાને સાણંદ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા પોલીસ ઇન્સપેક્ટર આર.એ.જાદવ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન એ અલગ અલગ ટીમો બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે અ.હે.કો.નિરંજનકુમાર ગોવિંદભાઇને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે, “કાલરીયા વાસ ગોકળપુરા ગામ ખાતે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા પાનાથી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે” જે હકીકતની જાણ થતા રેઇડ કરવાનુ આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસો તથા પંચો સાથે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમી રમાડતા ઇસમોને પકડી તેમની અંગ ઝડતીના નાંણા રૂ.૩૭,૩૦૦/- તથા દાવના નાંણા રૂ.૭,૫૦૦/- તથા ગંજી પાના નંગ-પર કિંમત રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૪૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ૦૭ આરોપીઓને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાણંદ ટાઉન પોલીસ.
પકડાયેલ આરોપીઓ
(૧) ગણપતભાઇ રામાભાઇ કો.પટેલ ઉ.વ.પર રહે. વસોદરા ગામ ટાવરની સામે તા.સાણંદ જી.અમદાવાદ – (૨) ભરતભાઇ નોધભાઇ કો.પટેલ ઉ.વ.૪૫ રહે. જતાપુર વાટાવાસ તા-વિરમગામ જી.અમદાવાદ (3) સુનિલભાઇ કેશભાઇ કો.પટેલ ઉ.વ-૩૫ રહે.ગોકળપુરા કલારીયાવાસ તા.સાણંદ જી-અમદાવાદ (૪) રમેશભાઇ હેમાભાઇ કો.પટેલ ઉ.વ-૪૦ રહે.વનાળીયા ઝાંપા પાસે તા.સાણંદ જી.અમદાવાદ (૫) સવધણભાઇ ધીરૂભાઇ કો.પટેલ ઉ.વ-૪૦ રહે. ફાંગડી તા.સાણંદ જી.અમદાવાદ (૬) રમેશભાઇ જગમલભાઇ કોપટેલ ઉ.વ-૩૬ રહે ખીચા તા.સાણંદ જી.અમદાવાદ (૭) પુનાભાઇ કેશભાઇ કો.પટેલ ઉ.વ-૩૬ રહે.ગોકળપુરા કાલરીયા વાસ તા.સાણંદ જી.અમદાવાદ
આ કામગીરીમાં અમો પો.ઇન્સ.આર.એ.જાદવ તથા એ.એસ.આઇ. જસવંતભાઇ મફતભાઇ તથા અ.હે.કો શક્તિસિંહ ઘનશ્યામસિંહ તથા અ.હે.કો ગોપાલભાઇ મીઠાભાઇ તથા અ.હે.કો.અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ તથા અ.હે.કો.જીગ્નેશભાઇ માનસંગભાઇ તથા અ.પો.કો ભરતભાઇ વિજયભાઇ તથા અ.પો.કો વિપુલભાઇ જેસંગભાઇ તથા અ.પો.કો.ઇન્દ્રસિંહ સાથે હતા.