સેક્ટર-6-બી કોમન ચોક જે હાલમાં હોળી ચોક તરીકે ઓળખાય છે. ત્યાં ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા બગીચો બનાવવાની જાહેરાત કરાતા સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. બગીચો બનાવવાથી આવારા તત્વોનો તેમજ પ્રેમી પંખીડાઓનો અડિંગો બનવાથી સ્થાનિકોને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આથી બગીચો બનાવવાને બદલે તેમાં પેવર બ્લોક નાંખવામાં આવે તેવી માગ કરાઈ છે.
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નગરના સેક્ટરોમાં બગીચા બનાવવાની જાહેરાત કરી છે. જોકે સ્થાનિક લોકોના મંતવ્યો લીધા વિના જ મનપા દ્વારા નક્કી કરા તા સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. આવી જ સ્થિતિ નગરના સેક્ટર-6-બીમાં આવેલા કોમન પ્લોટમાં જે હાલમાં હોળી ચોક તરીકે ઓળખાય છે. તે જગ્યાએ મનપા દ્વારા બગીચો બનાવવાની જાહેરાત કરાતા સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. બગીચો બનાવવાથી આવારાતત્વોનો અડિંગો બની જશે. ઉપરાંત પ્રેમી પંખીડાઓની દિવસભર બેઠક બનવાથી સ્થાનિકોને શરમજનક સ્થિતિમાં મુકાવવાની પરિસ્થિતિ ઉભી થશે. આથી આવી સ્થિતિને દુર કરવા તંત્રમાં લેખિત રજુઆત કરવા છતાં કોઇ જ નક્કર પગલાં લેવા તા નથી તેવા આક્ષેપો સ્થાનિકોમાં ઉઠવા પામ્યા છે. આવા તત્વો સામે કોઇ જ પગલાં નહી લેવામાં આવતા હોવાથી આસપાસના રહેણાંક વિસ્તારના સ્થાનિકોની હાલત કફોડી બની રહે છે. આથી હોળી ચોકમાં બગીચો બનાવવાને બદલે ત્યાં પેવર બ્લોક નાંખવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.