વિદેશમાં ભણવું હોય તો પહેલા પાર્ટટાઈમ નોકરી શોધી લો

Spread the love

આજકાલ વિદેશમાં ભણવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેને પોસાતુ ન હોય તે એજ્યુકેશન લોન લઈને પણ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. જેનો હેતુ બાદમાં વિદેશમાં વસી જવાનો હોય છે. જો તમે પણ વિદેશમાં ભણવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો ધ્યાન રાખજો કે વિદેશમાં ભણવું સરળ નથી. લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2021 માં 750,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. જોકે, તમને જણાવી દઈએ કે વિદેશમાં અભ્યાસ કરવો જરા પણ સરળ નથી. અનેક તકલીફો અને પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જે આ પડકારો ઝીલી જાય છે તે તારી જાય છે, જે હિંમત હારી જાય છે તેમને આગળ વધવાના રસ્તા ઘટી જાય છે. અમેરિકા, કેનેડા, યુકે હોય કે ઓસ્ટ્રેલિયા બધા જ દેશોમાં તમારા માટે ભણવું અધરું છે, પરંતુ કેટલીક માહિતીથી તમને સરળતાથી ત્યાં અભ્યાસ કરી શકશો.

સૌથી પહેલી વાત તો રહી ખર્ચાની. વિદેશમાં ભણવા માટે તમારે સૌથી પહેલા ફી ભરવી પડે છે. જેની ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. આટલુ થઈને અટકતુ નથી, આ બાદ ટ્યુશન ફી, રહેવાનો ખર્ચ, ખાવાનો ખર્ચ જાતે કરવો પડે છે. આ ઉપરાંત અન્ય જરૂરિયાતની વસ્તુઓ પાછળ પણ ડોલરમાઁ ખર્ચા કરવા પડે છે.

જો તમને શિક્ષણ લોન અને નાણાંકીય સહાય મળી રહે છે. અનેક વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન લેતા હોય છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર 2021માં એજ્યુકેશન લોનનું કદ 7,564 કરોડ રૂપિયા (આશરે 1 બિલિયન ડોલર) સુધી પહોંચી ગયું હતું. આ ઉપરાંત જો તમને વિદેશની યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મળી રહે છે. જો તમને વિદેશમાં એજ્યુકેશન માટે મદદ મળે તો લઈ લેવી. જેનાથી તમારો ભાર હળવો થઈ જશે.

વિદેશમાં પોતાના ખર્ચા પહોંચી વળવા માટે વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો જ તેઓ ખર્ચાને પહોંચી વળે છે. વિદેશમાં ભણવું હોય તો પહેલા પાર્ટટાઈમ નોકરી શોધી લો, તેનાથી તમારું આર્થિક ભારણ હળવુ થઈ જશે.

અભ્યાસ બાદ તમારે નોકરી પર ફોકસ કરવુ જોઈએ. જેથી તમને પીઆર મળવાના રસ્તા ખૂલી જાય. નેશનલ એસોસિએશન ઓફ કોલેજ એન્ડ એમ્પ્લોયર્સના સર્વે અનુસાર, અમેરિકામાં લગભગ 70 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઇમ કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com