સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલપુર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા હિંમતનગર ના નાદરી પેથાપુર ના બાળક નુ મોત નિપજયુ હતુ તો બાળક ના મોત ને લઈ ને પરિવાર જનો સહિત ગામજનો દ્રારા હાઈવે બ્લોક કર્યો હતો પ્રાંતિજ-હિંમતનગર પોલીસ દોડી આવી હાઇવે ખુલ્લો કર્યો હતો.
પ્રાંતિજ ના દલપુર પાસે આવેલ આશીર્વાદ હોટલ સામે હિંમતનગર ના રણછોડપુરાના નાદરી પેથાપુર નો બાળક રણવીર સિંહ પ્રકાશજી ચૌહાણ કે જે તેના કાકા દિલીપસિંહ સાથે તેની બહેન પુષ્પા તથા દિલીપસિંહ ની દિકરી ઉર્વશી સાથે બાઇક ઉપર દલપુર પાસે આવ્યા હતા ત્યા તેવોના સંબંધી પ્રાંતિજ ના બાલીસણા થી કિસ્મત સિંહ મકવાણા આવતા હોય તેવો ને મળવા માટે દલપુર પાસે આવેલ આશીર્વાદ હોટલ સામે તેવો સર્વિસ રોડ ઉપર સાઇડ મા ઉભા હતા તે દરમ્યાન ઓવરલોડ માટી ભરેલ ટ્રક નંબર GJO9AU7488 નો ચાલક ફુલફાસ્ટ બેદરકારી રીતે હંકારી લાવી સર્વિસ રોડ ઉપર રોડ ની સાઇડ મા બે બહેનો સાથે ઉભેલ બાળક રણવીર સિંહ પ્રકાશજી ચૌહાણ આશરે ઉ.વર્ષ-૧૦ ને અડફેટે લઇ ને ટક્કર મારી તેના માથાના ભાગે ટ્રક નુ ટાયર ફરી વળ્યુ હતુ તો બાળક ની ખોપરી ફુટી ગઈ હતી અને તેનુ ધટના સ્થળેજ મોત નિપજયુ હતુ.
તો અકસ્માત ને લઈ ને સમાજ ના લોકો તથા સગાસંબધીઓ દોડી આવ્યા હતા અને ટ્રક ને રોકી પાડયો હતો તો ટ્રક નો ચાલક અકસ્માત સર્જીને બાળક નુ મોત નિપજાવી ટ્રક મુકને ભાગીગયો હતો તો અકસ્માત ને લઈ ને પરિવાર ના સભ્યો સહિત સમાજ ના લોકો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવેલ લોકો દ્રારા હાઇવે જામ કર્યો હતો તો પ્રાંતિજ પોલીસ ને સમાચાર મળતાજ તે પણ તાત્કાલિક દોડી આવી હતી અને હિંમતનગર એ ડીવીઝન તથા બી ડીવીઝન એસઓજી , એલસીબી સહિત પોલીસ સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો તો મૃતક બાળક ને પોલીસ દ્રારા પીએમ અર્થે ખસેડવા જતા તેની લાશ ને ઉઠાવવા દીધી નહતી અને અને પરિવાર સહિત સગાસંબધીઓ સમાજ ના લોકો રસ્તા વચ્ચે બેસીગયા હતા અને ટ્રક ડ્રાઈવર ને પકડી લાવવાની જીદ પકડી હતી તો આખરે પોલીસ દ્રારા સમજાવટ બાદ બાળક ની લાશ ને પીએમ અર્થે મોકલી હતી તો એકના એક પુત્ર ના મોત ના સમાચાર મળતાજ માતા-પિતા બેભાન થતા બન્ને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો મૃતક બાળક રણવીર સિંહ ત્રણ ભાઇઓ વચ્ચે પણ એકનાએક પુત્ર હતો તો બાળક રણવીર સિંહ ના મોત ને લઈ ને પરિવાર સંગાસંબધીઓ સહિત ગામમા શોક નો માહોલ જોવા મલ્યો હતો