Gj- 18 સિવિલ ખાતે આવેલી ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા 2000 ની નોટ જ્યારથી સરકાર દ્વારા સૂચના સપ્ટેમ્બરના 30 સુધી આપી છે ,તે પહેલાંના ત્રણ મહિનાથી 2000 ની નોટ લેવામાં આવતી નથી, ત્યારે રિઝર્વ બેંક થી સર્વોપરી છે? સરકાર, રિઝર્વ બેંકના કાયદાનો ઉલાળીયો હોય તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે ચેરમેન તરીકે લાલભાઈ પટેલ છે અને 2000ની લાલ નોટ લેવા સૂચના આપી શકતા નથી, ત્યારે મેનેજરે જે ક્રેડિટના સભ્ય પૈસા ભરવા આવે તેમને ₹2,000 ની નોટ હોય તો પાછા ધકેલે છે ,ત્યારે ચેરમેન, વાઇસ ચેરમેન ,એમડીથી લઈને 20 જેટલા ડિરેક્ટરોની બનેલી મંડળી અને હજારો સભાસદો હોવા છતાં 2000 ની એક નોટ ન ચલાવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
. શહેરમાં ગાંધીનગર ડીસ્ટ્રીક કો. ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી રિઝર્વ બેન્કના નિયમો ,હુકમો ,આદેશોને ઘોળીને પી જતી હોય તેવો ઘાટ સર્જાયો છે.