AC એટલે શરીરને અનેક રીતે પહોંચાડતી ઠેસી ,આ બધી આ કુદરતી હવાઓ લેવામાં ને લેવામાં અનેક બીમારીઓના લોકો ભોગ બન્યા છે, ત્યારે અબોલજી હોય કે પશુ ,પક્ષી આ લોકોના ક્યાં આશિયાના હોય છે, નાની એવી જગ્યામાં બધા સમાઇ જાય, વર્ષો પહેલા સરકારી આવાસ હોય કે શહેરના નાના મકાનોમાં આખું પરિવાર રહેતું હતું. હવે 2 થી લઈને 5 BHK હોવા છતાં સંતોષ નથી અને જેટલી સગવડો લીધી એટલી જ અગવડો પડી છે ,ત્યારે મોટા મકાનો ખરીદીને કોઈને આજે સંતોષ હોય તો બતાવો? ત્યારે નાનું ઘર હતું ,તેમાં જે કિલ્લોલ હતો ,તે કિલ્લોલ આજે જોવા મળતો નથી ,આ કિલ્લોલ હવે જે બાકી રહ્યો છે ,તે પશુ પક્ષીથી લઈને અબોલ જીવમાં જોવા મળે છે, ભલે તમે અંદરની હવા ખાઓ, પણ અમે બહારની કુદરતી સાથે પંખાની હવા ખાઈએ ,ત્યારે એક AC ઉપર આખું પરિવાર બેસેલું જોવાય છે, ત્યારે આજની પેઢીને તમામને અલગ રૂમ, એસી, તમામ સુવિધાઓ સાથે એકલવાયું જીવન જીવવું છે ,ત્યારે માણા કરતાં આ અબોલ જીવનું જીવન હવે સારું નથી લાગતું??