કોંગ્રેસ પ્રવક્તા ડો. અમિત નાયક
એએમસી માં સામાન્ય નાગરિકોની ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપી નિકાલ થતો નથી : અમિત
અમદાવાદ
કોંગ્રેસ પ્રવક્તા ડો. અમિત નાયકે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો અને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 60,000 કરતાં વધારે ઇમ્પેક્ટ ફી હેઠળ અરજી ઓ આપવામાં આવેલ જેના સામે ફક્ત 3500 જેટલી અરજીઓ ની જ ઇમ્પેકટ ફી મંજૂર કરેલ છે અને બીજી બાજુ હજારો અરજીઓ ધૂળ ખાઈ ને બોજો વધારી રહી છે.અરજીઓ માં અરજી કરનાર ની સમય મર્યાદા ને ઘ્યાન માં લીધાં વગર વહીવટ આપનાર મોટાં બિલ્ડરો અને માલેતુજારો ની અરજીનાં નિકાલ 1 સપ્તાહ કરતાં ઓછા સમયગાળા માં કરેલ નાં ઉદાહરણ પણ છે. એએમસી ના ટીડીઓ વિભાગ દ્વારા અરજીઓ નાં નિકાલ માટે વિવિધ ઝોન માં પોતાના એજન્ટો નીમી ને અરજી કરતાં પાસે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને અરજી કરતાં સંમત ના થાય તો નિયમો ને આગળ કરી અરજી અમાન્ય છે તેમ કહી કચરા પેટી માં નાખી દેવામાં આવે છે આ બાબતે મારા પાસે અનેક પુરાવા છે જેને ટુંક સમય માં જન આંદોલન સાથે વિવિધ ઝોનમાં વિરોધ પ્રદર્શન કરી ઉજાગર કરીશુ.
એસ્ટેટ વિભાગના અધિકારી અને ઝોન ના ડેપ્યુટી કમિશનર દ્વારા ઇમ્પેક્ટ ફી માટે કરવામાં આવેલ અરજી ઓનો યોગ્ય નિકાલ ન કરી ને નાના વેપારી અને શહેરરીજનો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે તેવો આક્ષેપ નાયકે કર્યો હતો.14 ઓગસ્ટ નાં રોજ મેં પોતે એક અરજી સંદર્ભે જાત તપાસ નાં ભાગરૂપે રૂબરૂ માં મળી ને ઉતર ઝોન નાં ડેપ્યુટી મ્યુનસિપલ કમિશનર ને ધ્યાન દોરેલ અને તમામ પુરાવા પણ મુકેલ છે કે આપના ઉત્તર ઝોન નાં ટીડીઓ વિભાગ દ્વારા ઇમ્પેકટની અરજી ઓના નિકાલ બાબતે ટીડીઓ અને સ્ટાફ ઢીલાશ રાખી અરજી કર્તા ને કારણ વગર હેરાન કરી ધક્કા ખવડાવે છે અને બીજી તરફ તેમના એજન્ટો પાર્કિંગ માં આ અરજી સેટિંગ કરાવવા નાં નામે તોડબાજી કરી મલાઈ મેળવે છે ! જેથી ત્વરિત એક તપાસ કમિટી બનાવો તેવી માંગ છે. લગભગ આ જ સ્થિતિ પુર્વ અમદાવાદ ના પુર્વ અને દક્ષિણ ઝોન ની પણ છે. એક તરફ AMC દ્વારા ઇમ્પેકટ ની તારીખો વધારી ગેરકાયદેસર બાંધકામો જોડે થી જંત્રી પ્રમાણે દંડ વસૂલી બાંધકામો ને નિયત કરવા માટે નો સર્ક્યુલર બહાર પાડેલ છે .