ગુજરાતના મુખ્યમંત્રીના પુત્રની તબિયત બગડતા અમદાવાદ થી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ભલે મુખ્યમંત્રીનું હોદ્દો હોય પણ વિચલિત નહોતા થયા ,અનુજની ચિંતામાં બે ત્રણ દિવસ સતત રહ્યા અને એક સમયે એવી પણ હવા ચાલી કે દાદા રાજીનામું આપવાથી લઈને પુત્રની તબિયતના કારણે તળાવમાં છે ,પણ કહેવત છે કે ભોળાનાં ભગવાન હોય એટલે દાદા નું નામ ભલે ભુપેન્દ્રભાઈ કે ભોપાભાઈ હોય ,પણ બિલકુલ સ્વાર્થ નહીં ,હસતો ચહેરો ,સારું કરવાની હંમેશા ભાવના, ત્યારે ભોળાનાથે રક્ષા કરી હોય તેમ દાદાએ પણ કુદરત ઉપર છોડીને હિંમત રાખી ,તે હિંમત ને દાદ આપવા જેવી છે, ત્યારે અનુજ હાલ સ્વસ્થ થઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ મહિનાની સારવારના અંતે
ત્રણ મહિનાની સારવારના અંતે અનુજ પટેલ સ્વસ્થ થઈ જતા હવે દાદા ફુલ ફોર્મ માં કામ કરશે ,થોડી ચિંતા જે કોરી ખાતી હતી ,તે દૂર થઈ ,ભોળાના ભગવાન હોય તેમ ભુપેન્દ્ર દાદા પણ ભોળા મુખ્યમંત્રી છે ,ત્યારે હવે દાદાના ચહેરા પર જે ખુશી છે ,એ અસ્સલ દેખાય છે ,બાકી ત્રણ મહિના સારવાર અને એક મહિનો દાદા ચિંતાગ્રસ્ત રહ્યા હતા ,તેમને ભગવાને હિંમત આપી, ત્યારે ભોળા ના ભગવાન હોય તેમ આ ઘટના જોઈએ તો ખરેખર મુખ્યમંત્રીની હિંમત ની દાદ આપવા જેવી છે.