વિકટોરીયા ગાર્ડન થી મ્યુનિ. કોર્પોરેશન સુધીની જન અધિકાર યાત્રા કાઢી કોંગ્રેસ પ્રતિનિધિમંડળે મેયરને આવેદનપત્ર આપી રજુઆત કરી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભારતીય જનતા પક્ષ સત્તા સ્થાને છે હાલના ચૂંટાયેલા ભાજપના તમામ શાસકોની અઢી વર્ષની પહેલી ટર્મ પુરી થવાના આરે છે તેમની અઢી વર્ષની ટર્મ્સ દરમ્યાન પ્રોર્પટી ટેક્ષના લેટીંગ રેટમાં વધારો, ડોર ટુ ડોર યુર્ઝસ ચાર્જીસમાં વધારો તેમજ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્ષ નાખી ટેક્ષમાં અસહય વધારો કરીને પ્રજાને કોઇ વધારાની સુવિધા આપી શકેલ નથી વરસાદી પાણીના નિકાલની પૂરતી સગવડ નથી અડધો ઇંચ વરસાદમાં અમુક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામેલ છે. ગત વર્ષ દરમ્યાન વરસાદી પાણી ભરાઇ જવાના કારણે રૂા.૧૦૦૦ કરોડનું નુકશાન, ૨૪ કલાક પાણી આપવાની પોકળ વાતો કરેલ છે ધણી જગ્યાએ પોલ્યુશનયુક્ત પાણી આવે છે ગટરો ઉભરાવવાની અસંખ્ય ફરિયાદો ઉભી થાય છે. ઠેરઠેર કચરાના ઢગલા દેખાય છે સફાઇકામ નિયમિત થતું નથી ધણી જગ્યાએ સ્ટ્રીટલાઇટો બંધ હોય છે. અસંખ્ય રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવેલ છે ત્યારબાદ ખાડા પુરવા કે રીસરફેસીગ તાકીદે થતું નથી. મોટા ભાગના રોડ તુટી જવા પામેલ છે. હાટકેશ્વર બ્રીજ તથા વિવિધ રોડના ના કામમાં ભષ્ટ્રાચાર, સાબરમતી નદી પ્રદુષિત, રખડતા ઢોરનો ત્રાસ જેવી વિવિધ બાબતો મ્યુનિ.કોર્પોના ભાજપના શાસનની નિષ્ફળતા પુરવાર થયેલ છે જેને લઇને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા “નો રીપીટ ’” થીયરી લાગુ પાડવાની ફરજ પડેલ છે આ બાબતે આજરોજ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઇ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હિંમતસિંહભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અમદાવાદ શહેરના પ્રભારી બિમલભાઇ શાહ મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ તથા મ્યુ. કોંગ્રેસ પક્ષના મ્યુ.કાઉન્સીલરો સહિત કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ઉપસ્થિત રહી વિકટોરીયા ગાર્ડન થી મ્યુનિ. કોર્પોરેશન દાણાપીઠ સુધીની જન અધિકાર યાત્રા કાઢી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળ મેયરશ્રીને મળી ઉપરોકત બાબતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.