Gj૧૮ ખાતે એક વૃદ્ધ દાદા પોતે ૭૦વર્ષની ઉંમર ધરાવતા અને પોતે ચા, નાસ્તો જે કોઈ આપે તે ખાઈને દિવાસો ગુજારતા હતા, ત્યારે હમણાં ચા પીધા બાદ બેહોશ હાલત થઈ જતાં તથા તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં પોતે મહેસાણાનાં પોશ ગામ , અને મોટી દાઉ નાં વતની હતા, જેમનું નામ રમેશભાઈ પંચાલ હોઇ જેઓ ૨૦૨૧ થી ( ત્રણ વર્ષથી) ઘરેથી માનસિક બીમાર થઈ જવાથી નીકળી ગયેલ, જેઓને આજ રોજ ગાંધીનગર ડેપોમાં ટ્રાફિક કન્ટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યા દ્રારા પૂછપરછ કરતાં તેમની પાસેથી બધી વિગતો મેળવીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, ત્યારે st બસ સ્ટેન્ડ ખાતે કરુણતાનાં દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે દાદા ને તેમના સગાઓ આવીને લઈ ગયા હતાં , ત્યારે માનવતાની મહેક એવા ધર્મેન્દ્રભાઇ દ્રારા તેમને નવડાવી ને, નવા કપડાં પહેરાવીને ચકા ચક બનાવી દીધા હતા , જે ફોટો જોશો એટલે ખ્યાલ આવશે, ત્યારે ૩ વર્ષે પરિવાર સાથે સુખદ મિલન થયું,