ગુજરાત રાજ્યના ડે.મુખ્યમંત્રી નિતિન પટેલ તથા ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આજ રોજ પ્રેસ કરવામાં આવી હતી અને ગ્રેડ પે મુદ્દે ગેર સમજ ઊભી કરી સોશિયલ મીડિયામાં ભ્રામક પ્રચાર કરતાં તત્વોને ડે.મુખ્યમંત્રી એ ઝાડયા હતા. અને અન્ય રાજ્યો દ્વારા જે પગાર કાપ કરવામાં આવ્યો છે તે પગાર કાપ આજે ગુજરાતમાં ક્યાય કોઈ કર્મચારીનો કરવામાં આવ્યો નથી. અન્ય રાજ્યોએ કોરોના મહામારીમાં 30 થી 40 ટકા પગાર હાલ કાપી લીધો છે. ત્યારે ગુજરાત સરકારે સમયસર પગાર ચૂકવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પેની એક્વા ચાલે છે. શિક્ષકોને અગાઉ 4200 નો ગ્રેડ પે મળતા જ હતો, ગ્રેડ પેમાં એક રૂપિયો પણ વધારવામાં આવ્યો નથી. ઘણા લોકો કુવા ચાલુ કરી કે શિક્ષકનો ગ્રેડ પે વધી ગયા બીજાનો કેમ ન થયો પરંતુ આ સમગ્ર બાબત ખોટી છે, ઘણા લોકો તેનું ખોટું અર્થઘટન કરતાં હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન સોશિયલ મીડિયા અને ટીવીની ડિબેટ દ્વારા પ્રયાસ કરી રહ્યાં છે. શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે આખી ગેરસમજ ઉભી કરવામાં આવી છે. શિક્ષણ અને નાણાં વિભાગને સાથે રાખીને અભ્યાસ કર્યો. તેના આધારે અગાઉ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ એ પ્રશ્નને સમજી જે જાહેરાત કરી ત્યારે શિક્ષણ વિભાગનો પરિપત્ર કે જેના કારણે ગેરસમજ ઉભી થઈ કે પત્ર નો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે શિક્ષક ભાઈઓ-બહેનો પ્રશ્ન ઉકેલાયો, વઘુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે રાજકીય સરકાર કામગીરી કરી રહી છે અને એમાં કર્મચારીઓને સાચે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ એમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે. કર્મચારીઓ પણ મહામારી માં કામ કરી રહ્યાં છે.