ભાજપમાં એવા ઘણા મંત્રીઓ આવી ગયા પણ જેમનું નામ આજે પણ અદભેર લેવાય છે, તે ફકીરભાઈ વાઘેલા ,નામ ફકીર પણ પોતે ભલે ફકીર થઈ જાય પણ સેવામાં એક્કો હતા ,તેમના આંગણે ,ઓફિસે જ્યારે મંત્રી હતા, ત્યારે લોકો પોતાના પ્રશ્નોને લઈને આવે તો ઘણા ભાડું પણ માંગે અને ભાડું પણ આપે, એસસી ,એસટી, ઓબીસી વર્ગ માટે એક ઓક્સિજન વ્યક્તિ ગણાય, દર વર્ષે તેમની પુણ્યતિથિ હોય ત્યારે સૌ રહીશો નગરજનો મત દાતાઓ આ ભાથી ને યાદ કરે, તેમનામાં એક ખૂબી અનેક વાત હતી, પોતે હર હમેશા કહે કે શું હતું?? અને આપ્યું છે તો વાપરી જાણો હોદ્દો મળ્યો છે તો એના કામ કરી જાણો, ત્યારે દસાડા પાટડી એવા સુરેન્દ્રનગર ખાતે તેમના નામ ઉપરથી માર્ગનું નામ સ્વ. ફકીરભાઈ વાઘેલા માર્ગ પડ્યું, તેનાથી અનેક લોકોની છાતી ગજઞજ થી ફૂલી હતી, તસવીરમાં અનેક લોકો દેખાય છે, તેઓથી લઈને અનેક લોકોના કામ કરેલા અને પાટડી દસાડા વિસ્તારની રોનક લાવવામાં હરણફાળો રહ્યો છે,આજે આપણી વચ્ચે સ્વ. ફકીરભાઈ હાજર નથી ,પણ સ્ટ્રોંગ મેન તરીકેની તેમની છાપ હતી, ત્યારે ઘ-૨થી અનેક લોકો તેમના અનુયાયો નીકળ્યા હોય તો આ ભાથીને હર હંમેશાં યાદ કરે, ત્યારે આજે પણ તેમની પુણ્યતિથિના અનેક વર્ષ વિત્યા બાદ પણ અમર હોય તેમ લોકો યાદ કરી રહ્યા છે, ત્યારે આ પ્રસંગને અનુરૂપ ધારાસભ્ય કિરીટસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.