ગાંધીનગરની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર જિલ્લાના વાહનમાલિકો પોતાની પસંદગીના વાહન નંબર મેળવી શકે તે માટે ઓનલાઈન હરાજી યોજાશે. ગાંધીનગર જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા આ માટે E-Auction પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ૧૮ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન અને ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર સુધી પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી યોજવામાં આવશે.
હરાજીમાં દ્વિ-ચક્રી વાહનોની નવી સિરીઝ GJ-18-EB, જુની સિરીઝ GJ-18-DQ, GJ-18-DR, GJ-18-DS, GJ-18-PA; ફોર વ્હીલર કારની નવી સિરીઝ GJ-18-EB, જૂની સિરીઝ GJ-18-EA, GJ-18-BQ, GJ-18- BS, GJ-18-BR તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝ GJ-18-BV માટે રિઓક્શન કરવામાં આવશે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વાહનોના ગોલ્ડન નંબર, સિલ્વર નંબર, બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રીતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્ધ સગવડને લક્ષમાં રાખી હરાજીને પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ઓનલાઈન હરાજી અપનાવવામાં આવી છે. ઓનલાઈન ઓક્શનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે. આ ઉમેરો રૂ.1000/-ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESSની જેમ એક જ વખત BIDD PROCESS કરી શકશે નહીં.
ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારે આ માટે http:/parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરી યુઝર આઇ.ડી, પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે. આ વેબસાઈટ પર લોગીન કરીને વાહન ખરીદીના ૭ દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ફી ભરીને વાહન નંબર મેળવવાનો રહેશે. આ માટેની વિગતવાર સૂચનાઓ ગાંધીનગરની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ અને રજીસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (Base price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે. ઓનલાઈન ઓક્શન દરમ્યાન અરજદારે આરબીઆઇ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે અને સિલ્વર નંબર તથા ગોલ્ડન નંબર માટે જરૂરી Base price ચુકવવાની રહેશે.
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલાં અરજદારને બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઈ કરવા માટે SMS કે E-mailથી જણાવવામાં આવશે. જ્યારે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, Net Banking, Credit/Debit card થી ચુકવણું કર્યુ હશે તો તે જ Mode થી નાણાં અરજદારના ખાતામાં SBI- epay દ્વારા પરત કરવામાં આવશે.