કચ્છનાં મુન્દ્રા પોર્ટ પરથી DRIની તપાસમાં રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપાયો છે. મિસડિક્લેર કરેલા કન્ટેનરમાંથી DRI દ્વારા કરોડો રૂપિયાનો એન્ટિક સામાન ઝડપાયો છે. કન્ટેનરમાંથી જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી આવી છે. 19મી સદીની અનેક વસ્તુઓ સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે.
DRI દ્રારા જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઇ. ગુજરાતમાં નશાનો વેપલો વધતો જય રહ્યો છે. ત્યારે કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સને લઇને વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે માહિતી આપી હતી.
ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે છેલ્લા 2 વર્ષમાં મુન્દ્રા પોર્ટ પરથી 3,114 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. તો છેલ્લા 2 વર્ષમાં સુરક્ષા એજન્સીઓ 4 દરોડા પાડ્યા હતા. જેમાં 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. સાથે જ મ્યાનમાન, ઇરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હાલ કઈક નવી વસ્તુ DRI ને હાથે લાગી છે. જેમાં UAEથી આવેલા કન્ટેનરમાં કિંમતી સામાન નીકળ્યો છે. મહત્વનુ છે કે આ સમાન જૂનો હોવાનું માનવમાં આવી રહ્યું છે. જેથી ચોક્કસ તેની કિમમત કરોડોમાં હોય. DRIની તપાસમાં પકડાયેલો આ સમાન રૂપિયા 26.80 કરોડનો હોવાનું સામે આવ્યું છે. 19મી સદીની અનેક વસ્તુઓ, સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોની કલાકૃતિ છે. જૂના સ્ટેચ્યૂ, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી છે. કન્ટેનરમાં તપાસ કરતાં આ વસ્તુઓ મળી આવતા DRI એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.