Gj -18 મહાનગરપાલિકા દ્વારા સેક્ટરોમાં નવા ઝાડવા ઉગાડ્યા બાદ તેના રક્ષણ માટે ફેન્સીંગની વાડ બનાવવામાં આવી છે , ત્યારે આ વાડ બનાવવા મોટા ગફ્લે બાજે ભારે ગફ્લેબાજી કરી છે ,ત્યારે આ મુદ્દે ચેરમેનથી લઈને ફેન્સીંગના કામમાં દાંડાઈ કરનારા કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ પણ ફરિયાદો થયેલ છે, ત્યારે હાલકોન્ટ્રાક્ટરના બિલો હલવાઈ ગયા છે, ત્યારે છેડા અડાડીને ચેરમેન સુધી બિલ પાસ કરાવવા કોન્ટ્રાક્ટર મથી રહ્યા છે ,ત્યારે આ મુદ્દે જશુ જોરદાર નમતું જોખવાના મૂડમાં નથી ,તગડા ભાવે કામ આપ્યું તો કામ પણ તગડું અને વેઠ જરા પણ નહીં ચાલે, ત્યારે થોડા દિવસોમાં આ બિલ અત્યારે સાઈડમાં મુકાવીને કામની ચકાસણી બાદ જ આગળ બિલ પાસ કરવા તેવી કડક સૂચના અપાય છે.
સેક્ટર 2 થી લઈને સેક્ટર 3 4 5 6 ખાતે પણ કામમાં ગોબાચારી બહાર આવી છે ,આ ગોબાચારીમાં જ્યાં ફેન્સીંગ કરવાની હોય ત્યાં તાર જેવો વાયર ફીટ કરીને ફેન્સીંગ પૂરું કરી દીધું, ત્યારે ઝાડવાથી લઈને રહેવાસીઓ માટે ફેન્સીંગ ની માંગ ના કારણે ફેન્સીંગ માં જે ચીજ વસ્તુ જોઈએ તેમાં પણ લોલંમલોલ ના પગલે ચેરમેન પણ આ પ્રશ્ને બગડ્યા હતા.
Box
સેક્ટરોમાં ફેન્સીંગ તારના કામમાં લોલંમલોલ ,ગોબાચારી થી અનેક રહીશોની ફરિયાદ ,નગરસેવકોએ પણ ચેરમેન જશુ જોરદાર ને ફરિયાદ કરતા પોતે જાત તપાસ કરાવ્યા બાદ જ બિલ પાસ કરવા કે કેમ?? તે આગળ નિર્ણય લેવાશે.