ગુજરાતનું કહેવાતું Gj- 18 ખાતે ભાજપના 41 સભ્યો ચૂંટાયા છે ,ત્યારે બે કોંગ્રેસના હોઇ તો પીપૂડી વાગે ખરી? પણ કોંગ્રેસના અંકિત બારોટ પીપૂડી નહીં તંત્ર તથા સતાધીશો સામે પિપૂડો વગાડી રહ્યા છે ,બેફામ ટેક્સ, નવા ગામડાઓનો વિકાસ અંધ્ધરતાલ, મૂળભૂત સુવિધાના નામે મીંડું ,ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ મહુડી રોડ ઉપર આવેલા પાંચ સીતારા રિસોર્ટમાં AC માં બેસીને તાયફા કરી રહ્યા છે ,તે સંદર્ભે પ્રજાના કામો થતા ન હોવાથી લઈને અનેક આક્ષેપોનો અંકિત બારોટ દ્વારા મારો ચલાવ્યો છે.
સેક્ટરોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે ,ઘણી જગ્યાએ પાણી આવતું નથી ,ટેન્ડરો મંગાવવા પડે છે, લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે ,ત્યારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે મનપા ખોટા ખર્ચા બંધ કરે, નહીંતર આવનારા દિવસોમાં મનપાની તિજોરી સફાચટ થઈ જશે અને નાદારી નોંધાવવી પડશે, ખોટા ખર્ચાઓ રોકવામાં નહીં આવે તો તાળા મારવાનો સમય આવશે, લોકોના પ્રશ્નો જાહેરમાં જઈને સાંભળો ,તેવું જણાવ્યું હતું.