રાજ્યમાં કલોલ-વંથલી અને શિહોરમાં સત્તા મેળવવા માટે ભાજપના ઈશારે પોલીસ તંત્ર અને અસામાજિક તત્વોએ આચરેલી ખુલ્લેઆમ ગુંડાગીરીથી લોકતંત્રની હત્યા : શક્તિસિંહ

Spread the love

સત્તા મેળવવા, સત્તા ટકાવવા ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે : ભાજપા સત્તા હડપવા ધાક ધમકી, પોલીસ તંત્ર દ્વારા ડર-ભયનો માહોલ અને પોલીસ તંત્રનો હથિયાર જેમ ઉપયોગ કરી રહી છે

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની પદની મદત પૂરી થતા ફરીથી કોંગ્રેસ પક્ષની ૧૫ બેઠકો સાથે બહુમતી ધરાવતી કલોલ તાલુકા પંચાયતમાં ચુંટણી યોજાય તે પહેલા સત્તા હડપવા માટે બે બેબાકળી બનેલી ભાજપાએ પોલીસતંત્રઓ હથિયાર તરીકે ઉપયોગ કરીને કોંગ્રેસના ત્રણ સભ્યોને રસ્તામાંથી ઉઠાવીને મતદાન ન કરી શકે તે પ્રકારે સુનિયોજિત રીતે અપહરણ- અટકાયત કરી લોકતંત્રની વધુ એક વાર હત્યા કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારના ઈશારે ગેરકાયદેસર કૃત્ય કરીને ચાપલુશી કરનાર પોલીસ આધિકારીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા છે, કલોલમાં સ્પષ્ટ બહુમતી હતી. કોંગ્રેસના ૩ સભ્યોનું અપહરણ-ગેરકાયદેસર ઉપાડી ગયા છે આ લોકશાહીનું ખુન છે. કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટ સુધી લડશે અને જે અધિકારીઓ ભાજપની ચાપલૂસી કરે છે તેમને સમજવુ પડે કે જનતા દ્વારા ચુટાયેલા જન પ્રતિનિધિને ભાજપના ઈશારે ઉઠાવી લોકતંત્રની હત્યા ન કરાય. અમે રાષ્ટ્રપતિજીની ગરિમા જાળવીએ છીએ,પણ જરૂર પડશે તો તેમને પણ પુરાવા સાથે વિગતો રજુ કરી જણાવી શું કે જુઓ ગુજરાતમાં શું ચાલે છે? વંથલી તાલુકા પંચાયતમાં પણ ભાજપના ઇશારે અસામાજિક તત્વોએ કોંગ્રેસ પક્ષના બે સભ્યોનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા તેમના પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.મતદાનની પ્રકિયા પૂર્ણ થયા બાદ આ બે સભ્યોને મુક્ત કર્યા હતા જે વંથલી તાલુકા પંચાયતની સત્તા હડપવાનો ભાગ હતો. શિહોર તાલુકા પંચાયતમાં પણ ભાજપાએ સત્તા ટકવવા બે સભ્યો પર ગુંડાગીરી કરી હતી. આ તમામ બાબતોથી સ્પષ્ટ થાય છે કે સત્તા મેળવવા, સત્તા ટકાવવા ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે. કલોલ તાલુકા પંચાયતમાં ૨૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો કોંગ્રેસ પક્ષએ જીત મેળવી અઢી વર્ષ સુધી જનતાલક્ષી સફળ શાસન આપ્યું હતું. ભાજપ પાસે માત્ર ૧૧ સભ્યો હોવાને લીધે સત્તા મેળવવાની કોઈ તક ન હતી તેથી સત્તા મેળવવા તમામ પ્રકારના ધાક ધમકી, પોલીસ તંત્ર દ્વારા ડર જેવા નિમ્ન હથકંડાઓ અપનાવીને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને ગેરકાયદેસર રીતે મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. ગાંધી-સરદારના ગુજરાતમાં જયારે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હાજર હોય ત્યારે રાજ્યમાં ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા થાય એ ભાજપનો લોકતંત્ર વિરોધી ચેહરો દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com