ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો આવ્યો છે, ત્યારે શહેરના ટ્રાફિકમય એવા વિસ્તારોમાં ગાય, આખલા, ભેંસ દ્વારા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર વખતો વખત સાંભળવા મળતા હોય છે ,ત્યારે ઢોરોને નિયંત્રણ અને પકડવાનું કામ Gj- 18 મહાનગરપાલિકા કરે છે ,ત્યારે મોટી ફાંકા ફોજદારી મારતા મનપા જણાવે છે કે ક્યાંય રોડ રસ્તા પર ઢોરો નથી, ત્યારે મહાનગરપાલિકાની સામે જ વિધાનસભાના ગેટ પાસે ભેંસો ના ઢગ જોઈ શકાય છે, ત્યારે ભેંસો પણ વિધાનસભાની અંદર નજર મારી રહી છે કારણ કે વિધાનસભામાં બહારથી ચારો જોઈને ભેંસને પણ જીભ ચારો ખાવા લલચાઈ રહી છે ,ત્યારે મહાનગરપાલિકા ઢોર નિયંત્રણની જે વાતો કરે છે ,તે વાતોના વડા જ છે, બાકી આખા ગાંધીનગરમાં ઢોર નિયંત્રણ કરવાની વાતો હોય તો સામે વિધાનસભા ગેટની પાસે જ ભેંસો દેખાઈ રહી છે.
ઘ- રોડ અને ચ-રોડ ટ્રાફિકમય વિસ્તાર કહેવાય ,ત્યારે ચ- રોડ ઉપર મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી હોવાથી અહીંયા રજાના દિવસો બાદ ટ્રાફિક રહેતો હોય છે, ત્યારે ઢોર જો ક્યાંય અડફેટે આવી જાય તો ગાડી વાળાના રામ રમી જાય કાં તો મજબૂત મોટું વાહન હોય તો ઢોરના , ત્યારે ટુ- વ્હીલર વાળાને ઇજાગ્રસ્ત થવાના ઘણા બનાવો અગાઉ બનવા પામેલ છે, ત્યારે હાર ઢોરો શહેરમાં ક્યાંય નથી ,તેવાં બણગા ફૂકતી મનપાનો આ ફોટો જોઈ લો
Box
શહેરમાં ઢોર નિયંત્રણની વાતો હોય તેમ દરેક જગ્યાએ રાત્રે ઢોરો છુટા મૂકી દેવામાં આવે છે, ત્યારે અહીંયા બપોરે વિધાનસભાના ગેટ પાસે જ ઢોરો જોઈ શકાય છે અને સામે જ મહાનગરપાલિકાની કચેરી આવેલી છે, ત્યારે ઢોર નિયંત્રણ હેઠળ હોવાની વાતો ના શું ગણવા? વડા?