નાના કારીગરો શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે રૂ.૧ લાખ સુધી ની લોન માટે ૨% ના વ્યાજે આપવાની સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી

Spread the love

Vijay Rupani: Latest News & Videos, Photos about Vijay Rupani ...

કોરોનાની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતીમાંથી સમાજના છેવાડા ના એવા લારી-રેકડીઓમાં ચીજવસ્તુ વેચી ગુજરાન કરનારા-રેલ્વેમાં સામાન વેચી ફેરી કરનારા સહિતના શ્રમિકોને આર્થિક આધાર આપી બેઠા કરી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ -પી.એમ સ્વનિધિ-કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે
આ સમગ્ર યોજના અંગે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંઘ પુરી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતે આવા નાના કારીગરો-શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર બે ટકાના વ્યાજે આપવાની જે સંવેદના દર્શાવી છે તેની ભૂમિકા આપી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારની આ પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિની સહાય યોજનાથી ગુજરાતના આવા નાના અને રોજનું કમાઇને રોજ ખાનારા શ્રમજીવી વર્ગોને આર્થિક આધારનું નવું બળ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ યોજના ગુજરાતમાં સંપૂર્ણપણે અમલી કરવા માટે પણ ભારત સરકારને સહયોગ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતને સાકાર કરવાની ખાતરી પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com