ગુજરાત કોંગ્રેસ હવે એક્શનમાં આવી ગઈ છે. પાર્ટીના આદેશનું ઉલ્લંઘન કરનારા 34 સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરહાજર રહીને પક્ષને નુકસાન કરનારા સામે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આકરા પાણીએ થયાં છે. તેમણે ચૂંટણીમાં ગેરહાજર રહેનારા સભ્યો પાસે ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગેરહાજર રહેનારા 9 સભ્યોને તાત્કાલિક નોટીસ આપીને તેમનો ખુલાસો માંગવામાં આવ્યો છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટિંગ કરનાર ગારીયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિધ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર, મહુવા તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કરાયા છે અને રાજ્યની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષના આદેશ વિરુદ્ધ ગેરહાજર રહેનાર નવ સભ્યોને પણ પક્ષ તરફથી તાત્કાલિક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે.