કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્યોને જે જવાબદારી કે કામગીરી  સોંપવામાં આવશે તેમાં યોગદાન આપશે : ડૉ .મનીષ દોશી:

Spread the love

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આજે લગભગ ૪૦ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાઈ જેમાં ભરતસિંહ સોલંકી, જય નારાયણ વ્યાસ , હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર લલિત વસોયા હાજર રહ્યા હતા

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા મુખ્ય કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી એ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આજે બપોરે ગુજરાતના કોંગ્રેસના લગભગ 40 ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં ભરતસિંહ સોલંકી, જય નારાયણ વ્યાસ , હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર લલિત વસોયા હાજર રહ્યા હતા.સૌપ્રથમ પૂર્વ ધારાસભ્યોની નામ અને ઓળખ સાથે બેઠકની શરૂઆત થઈ હતી. ગુજરાતની અલગ અલગ વિધાનસભા બેઠકો પરથી ચૂંટાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ જાહેર જીવનમાં કામ કરીને પોતાની ઓળખ ઉભી કરી છે અને જેમને વર્ષોથી પ્રજાલક્ષી કામો ધારાસભ્ય તરીકે કર્યા છે , જાહેર જીવનમાં આપેલું યોગદાન, સામાજિક સમીકરણો, સ્થાનિક કક્ષાએ તેમની વગ ને લઈ કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સહયોગ આપવાનો હોય તે માટે ફરીથી કોંગ્રેસને પોતાનું યોગદાન આપે તે બેઠકનો મુખ્ય સંવાદ હતો. પૂર્વ ધારાસભ્યોએ એક સુર સાથે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફથી જે જવાબદારી કે કામગીરી અમને સોંપવામાં આવશે તેમાં અમારું યોગદાન રહેશે અને અમે કોંગ્રેસને મજબૂત કરીશું. કોંગ્રેસે અમને ઓળખ આપી છે તેથી અમારી કામગીરી કરવાની જવાબદારી બને છે તેથી અમે સંપૂર્ણ રીતે સહયોગ આપી કોંગ્રેસ આગામી લોકસભામાં વધુમાં વધુ બેઠકો મેળવી શકે તેના માટે પ્રયત્ન કરીશું. આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનને મદદ કરવામાં પુરતું યોગદાન આપશે તેવું ધારાસભ્યોએ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com