અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના ASI કિરીટસિંહ હરીસિંહ તથા સ્ટાફ ના HC હરીશકુમાર રમણલાલ દ્વારા નાસતા ફરતા આરોપી આકીબ ઝુબેરઅહેમદ સીદીકી, ઉ.વ.૨૮, રહે. એસ.આઇ. મેન્સન, ૧ લો માળ, ગોદાલનગર, વાપીને તા.૧૨/૦૯/૨૦૨૩ ના અમદાવાદ શહેર બોડકદેવ જીંજર હોટલ નજીક લેડી તળાવ વાસના નાકે જાહેરમાંથી ઝડપી લીધેલ છે.આરોપી વિરૂધ્ધમાં અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૧૦૪૫૯/૨૦૨૧ ધી NDPS એકટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૨(સી), ૨૯ મુજબનો ગુનો દાખલ થયેલ. આરોપી અગાઉ હાઇબ્રીડ તેમજ દેશી ગાંજાનું સેવન કરવાની આદત ધરાવતો હતો. ઉકત ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી વંદિત પટેલ તથા પાર્થ શર્માના સંપર્કમાં રહી બંન્ને વ્યકિત પાસેથી તે હાઇબ્રીડ ગાંજો ખરીદ કરતો હોય. ઉપરોક્ત ગુન્હામા આરોપીનું નામ ખુલવા પામેલ હોય. જેમાં તેની અટકાયત ટાળવા સારૂ નાસતો ફરતો હોવાની હકિકત જણાવેલ છે.આરોપીને ઉકત ગુનાના કામે બોપલ પો.સ્ટે. વધુ તપાસ અર્થે સોપવા તજવીજ હાથ ધરી છે.