આર.ટી.ઓ. કચેરીથી ડુપ્લીકેટ આર.સી. બુક કઢાવનાર ઇસમને બનાવટી સિક્કા તથા બનાવટી પ્રમાણપત્રો સાથે ઝડપતી એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય”

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી અમીત વસાવાએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં રોજબરોજની ગુન્હાખોરી રોકવા  એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.સવસેટાને આપેલ જરૂરી માર્ગદર્શન અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાથેના એ.એસ.આઇ. મનુભાઇ વજુભાઇ જાદવ નાઓને બાતમી હકીકત મળેલ કે, “આર.ટી.ઓ. એજન્ટ તરીકે કામ કરતો રફીકમીયા રહીમમીયા શેખ રહે. ૨૫૨૬ શ્રી પાર્ટ, બારેજા તા.દસક્રોઇ જિ.અમદાવાદ વાળો ખોટો ઉભો કરેલ બનાવટી અસલાલી પોલીસ સ્ટેશનનો રાઉન્ડશીલ સિક્કો તથા એ.પી.પરમાર ક્રાઇમ રાઇટર અસલાલી પોલીસ સ્ટેશનના નામનો સ્ટેમ્પ પોતાના કબ્જામાં રાખી પોતે પોલીસ કર્મચારી ન હોવા છતાં ડુપ્લીકેટ આર.સી.બુક મેળવવા માટે પ્રમાણપત્રમાં પોતાની સહી કરી ખોટા અને બનાવટી પ્રમાણપત્ર હાલમાં પ્રગતિ હોટલની આગળ આવેલ એમ.ટી.એસ.ના બસ સ્ટેન્ડના બાંકડા ઉપર કાઢી આપે છે.” જે ચોક્કસ આધારભુત માહિતી અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર  એન.એચ.સવસેટા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે રેઇડ કરતાં આરોપી રફીકમીયા રહીમમીયા શેખ ધંધો-આર.ટી.ઓ. એજન્ટ રહે. ૨૫૨૬ થી પાર્ટ, બારેજા તા.દસક્રોઇ જિ.અમદાવાદ નાઓના કબ્જા ભોગવટામાંથી (૧) એક પારદર્શક પ્લાસ્ટીકના ડબ્બામાં બે સિક્કા તથા એક સ્ટેમ્પ પેડ સીલ બંધ કિ.રૂ.૦૦/૦૦ (૨) એક ખાખી કવરમાં ૦૩ બનાવટી અને ખોટા અસલાલી પોલીસ સ્ટેશનના સિક્કા વાળા અસલ તકરારી પ્રમાણપત્રો (3) એક ખાખી કવરમાં ૧૭ બનાવટી અને ખોટા અસલાલી પોલીસ સ્ટેશનના સિક્કા વાળા ઝેરોક્ષ નકલ વાળા પ્રમાણપત્રો  (૪) એક કાગળના કવરમાં ૧૦ અલગ- અલગ નાના કવરમાં વાહનની અસલ આર.સી.બુકો  (૫) એક ખાખી કવરમાં એક મોબાઇલ ફોન સેમસંગ કંપનીનો કિં.રૂ. ૧૦૦૦/- (૬) એક ખાખી કવરમાં રોકડ રૂપીયા- ૧૭૫/- મળી કુલ મુદ્દામાલ– ૧૧૭૫/- મળી આવતાં અસલાલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૨૨૩૦૮૧૩ /૨૦૨૩ ઇ.પી.કો. કલમ-. ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૧૭૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અસલાલી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટા તથા પો.સ.ઇ. આઇ.કે.શેખ તથા પો.સ.ઇ. ડી.વી.ચિત્રા તથા એ.એસ.આઇ મનુભાઇ વજુભાઇ તથા અ.હે.કો ગોપાલસિંહ સરદારસિંહ, મહેશભાઇ પરસોત્તમભાઇ તથા પો.કો. ત્રિલોકકુમાર પોપટલાલ જોડાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com