ગાંધીનગરમાં ઘર કંકાશે 24 વર્ષીય પરણિતાનો જીવ લીધો, ચોથા માળેથી કુદકો માર્યો..

Spread the love

ગાંધીનગરના સેકટર – 25 માં પતિ સાથે માથાકૂટ થતાં 24 વર્ષીય પત્નીએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતાં સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દંપતીનો લગ્નગાળો ટૂંકો હોવાથી સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

ગાંધીનગરમાં 24 વર્ષીય પરિણીતાએ ઘર કંકાસનાં કારણે લાગી આવતા ગઈકાલે સવારે ચોથા માળેથી મોતનો ભૂસકો લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વિશ્વસનીય પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર સેકટર – 25 ખાતે ગુડાનાં મકાન નંબર 1/8 માં રહેતા શિવાનીબેન અને લલિતભાઈ પરમારના આશરે બે વર્ષ અગાઉ લગ્ન થયા હતા.

લગ્નના થોડા સમય પછી દંપતી વચ્ચે નાની નાની બાબતોમાં બોલાચાલી થતી રહેતી હતી. અને પાછો મનમેળ આવી જતો હતો. મંગળવારનાં સવારના સમયે પણ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થયો હતો. પરંતુ આ વખતે ઝગડો વધુ લાંબો ચાલ્યો હતો. આથી પતિ સાથે માથાકૂટ થતાં શિવાનીબેનને લાગી આવ્યું હતું.અને મકાનના ચોથા માળેથી નીચે મોતનો ભૂસકો લગાવી લીધો હતો. શિવાનીબેનનાં પડવાથી આસપાસના વસાહતીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જેમને લોહી લુહાણ હાલતમાં અર્ધ બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી સઘન સારવાર અર્થે શિવાનીબેનને દાખલ કર્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસ સ્થળ પર દોડી – ગઈ હતી. અને લાશનું પોસ્ટમોર્ટમ મોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મૃતકનો લગ્ન ગાળો ટૂંકો હોવાથી આ આપઘાત પ્રકરણની વધુ તપાસ ડીવાયએસપી ડી એસ પટેલ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com