ગુજરાતનું કહેવાતું gj-૧૮ વિકાસ મય બની ગયું છે, ત્યારે ગુન્હાખોરી પણ વકરી છે, ત્યારે શહેરમાં સૌથી વધારે હમણાં દારૂ જુગાર પકડાયો આંગળીના વેઢે ગણાય તેટલા ચોરો પકડાયા પણ ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે રહીશોની અનેક ફરિયાદો અને માંગ ના કારણે વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર પાઠવીને શહેરમાં વધી રહેલી ગુન્હાખોરી રોકવા પત્રમાં વિગતવાર જણાવ્યું છે.
• ગાધીનગર શહેરમાં દિનપ્રતિદિન નાના મોટી ઘરફોડ ચોરીઓ તથા અન્ય ગુનાઓનું નિરાકરણ લાવવું
• શહેરના નાગરિકોના નાના મોટા વાહનોની ધર આગણેથી ઉઠાંતરી રોકવા પોલીસ પેટ્રોલિંગ વધારવું
• ગાધીનગર શહેરના સકૅલપર મુકવામાં આવેલ સિધ્ધનલોને વ્યવસ્થિત ઓપરેટિંગ કરવામાં આવે તથા મોટાભાગે સિધ્ધનલો બંધ હાલતમાં તથા ટાફિક સિવાય વધુ સમય ચાલું રહેશે જેને લીધે નાગરિકો પરેશાન થાયછે
• ગાધીનગર શહેરના બસસ્ટેન્ડ પર વધુ ગુનાઓ બનવા પામે છે ભીડમાં મુસાફરો ના ખિસ્સા કપાય છે તથા લુંટફાટ થાયછે અસામાજિક તત્વોનો અડો બનેલ છે જેથી ગાધીનગર શહેરના બસસ્ટેન્ડ પર પોલીસ ચોકી બનાવવી જરૂરી છે
• ગાધીનગર શહેરના જાહેર રોડરસતા પર અવારનવાર બનતા અકસ્માત નાથવા ટાફિક નિયમન જાળવવું વગેરે
• ગાધીનગર શહેરની શાળા ઓના બાળકોને સ્કૂલવાન સ્કૂલ બસમાં નિયમ વિરુદ્ધ બેસાડી લ ઈ જવા તથા બે ફામ ગતિમયૉદા નુ ઉલ્લંઘન કરવું અને આડેધડ જાહેર રોડરસતા પર પારકિગ કરવું વગેરે
• ગાધીનગર શહેરમાં જાહેર રોડરસતા તથા જંગલ ઝાડીઓ મા ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ નું તપાસ કરી નિવારણ લાવવું
• ગાધીનગર શહેરના વિસ્તાર અને વસ્તીને ધ્યાને લઈ શહેર અને જીલ્લાની સલામતી અને સુરક્ષા ને ધ્યાને લઈ શહેર જિલ્લાની વહિવટી કામગીરી અલગ કરવામાં આવે અને જીલ્લાના ગ્રામ્ય અને શહેરના નાગરિકો તથા વી વીઆઇપી માટે અલગ મહેકમ પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે
• શહેરમાં ક્રાઈમ ધટાડવા માટે અલગ વિસ્તારમાં તથા વસ્તી ને ધ્યાને લઈ શહેર જીલ્લામાં પોલીસ ચોકી બનાવવામાં આવે
• ગાંધીનગર શહેરના પ્રવેશ દ્વાર સકૅલો પર મોડી રાત્રે અજાણ્યા વ્યકિતનું ચેકિંગ તથા ઓળખની તપાસ કરવામાં આવે તથા પોલીસ પ્રમાણિક ફરજ નિભાવવામાં આવે
• ગાંધીનગર જિલ્લાતથા શહેરના નાગરિકોના સુચનો અભિપ્રાય અને રજુઆત માટે નજીકના પોલીસ સ્ટેશનમાં નાગરિક લોક દરબાર યોજવામાં આવે જે અત્યારે હાલ કાગળ પર ચાલે છે
• ઉપરોક્ત ગાંધીનગર જિલ્લા અને શહેરના નાગરિકોની વ્યથા અને વેદના આપ સમક્ષ રજૂ કરવામાં આવી છે જેના નિરાકરણ માટે આપ કક્ષાએ તથા સંબંધિત જીલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજવા સુચનાઓ પાઠવવા તથા યોગ્ય કાયૅવાહી કરવા માટે જરૂરી આદેશ થવા નમ્ર વિનંતી છે