ગુજરાતમાં વરસાદ અને પૂર આવતા ડેમની જવાબદારી જે તે અધિકારીને સોંપવામાં આવેલ, ત્યારે જે તે સમયે ઉપરવાસમાં વરસાદ પડતા ત્યારે જાે ધીરે ધીરે દરવાજા ખોલ્યા હોત તો આ જાનહાની અને નુકસાન ન થાત, ત્યારે ખેડૂતોની જમીન ધોવાણ સંપૂર્ણ પણે થઈ ગઈ છે, ઘરવખરી, નાની દુકાનો, તમામને ભારે નુકસાન થવા પામેલ છે.નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાત ખેડૂત એસો દ્વારા ભરતસિંહ ઝાલાએ તપાસ કરાવતા અનેક જગ્યાએ ઘરવખરી, જમીન ધોવાણમાં જતી રહેતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે જે તે અધિકારી જવાબદારીઓ તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, મહેસુલ મંત્રી, કૃષિ મંત્રીને પત્ર પાઠ્યો છે.