દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણથી લઈને અને કાયદા મહિલાઓ માટે બનાવ્યા છે, હમણાં મહિલાનું સંસદમાં બિલ પાસ થયું ત્યારે ૩૩ ટકા અનામતથી લઈને હવે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રાજકારણમાં દેખાશે ત્યારે મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમાં સૌથી વધારે મહિલાઓ કરતા તેમના પતિઓ વધારે કામ કરે છે, ત્યારે સંકલનની બેઠક હોય કે ફરિયાદ નિવારણ, જે તે વોર્ડના હોય તેમાં મેયર કમિશનર અધિકારી અને જે તે હોદ્દેદાર તથા નગરસેવક હાજર હોવા જાેઈએ ત્યારે અહીંયા તો મિટિંગમાં મહિલા હાજર નહીં અને પતિ હાજર રહ્યા હતા ત્યારે એક કિસ્સામાં મહિલા પોતે હાજર તો રહી પણ પતિ પણ હાજર હતા.
વિગતો અનુસાર ગઈકાલે ઉત્તર ઝોન દક્ષિણ ઝોનની બેઠક નગરજનોના પડતર પ્રશ્નો અને સ્ટેમ્પ વેન્ડર પોલિસીની મિટિંગમાં મહિલા નગર સેવક મીરાબેન પટેલની જગ્યાએ મિનેષભાઈ પટેલ વોર્ડ ૧૦, તથા તેજલ બેન પોતે હાજર રહેલ સાથે તેમના પતિ યોગેશભાઈ પણ દેખાયા હતા જે ટુ ઇન વન કહી શકાય, ત્યારે વોર્ડ-૨ના નગરસેવક દિપ્તીબેન મનીષકુમાર હાજર રહ્યા ન હતા. તેમાં મનીષભાઈ હાજર રહેલ જે વોર્ડ બેમાં નગરસેવક દીપ્તિબેન પટેલ છે ત્યારે સંકલન જેવી બેઠકમાં મહિલાઓના પતિઓ પોતે રજૂઆત કરવા આવે છે ત્યારે સંકલનની બેઠક હોય તો નિયમો કાયદાઓ પરિપત્રોની ઐસે કી તૈશી જેવો ઘાટ કહી શકાય નગરસેવક શું કામ બનાવ્યા છે,? અને નગરસેવક કોણ છે? ત્યારે મહિલા હાજર નહીં રહેવાનું કારણ? કે તેમને ખબર પડતી નથી? પતિદેવો વહીવટ અને તેમના કામ કરે છે? તેવા અનેક પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે, ત્યારે દેશમાં વડાપ્રધાન થી લઈને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલાઓ માટે જે અનામત લાવવામાં આવી તેનો કોઈ અર્થ રહે છે, ખરો?
બોક્સ:-
મહિલા નગર સેવકો શોભાના ગાંઠિયા સમાન, પતિદેવો હવે મિટિંગમાં હાજર રહે છે ત્યારે સંકલનથી લઈને અનેક બેઠકોમાં પતિઓની હાજરી નગરસેવક કોણ? નગરસેવક ક્યાં? મેયર થી લઈને હોદ્દેદારો, કમિશનર ચૂપ કેમ?
નિયમો શું? મહિલા નગર સેવક મિટિંગમાં હાજર રહી શકે પણ પતિ સગા હાજર રહી શકે ખરા? વિધાનસભા, સંસદમાં મહિલાના પતિઓને એન્ટ્રી છે ખરી? તો આ કાયદાઓ બધી જગ્યાએ છે, અને નિયમો પણ છે, પણ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, બાકી આ લખવાનું કારણ મહિલાઓ મેદાનમાં આવે મહિલાઓ આર્ત્મનિભર બને અને પ્રજાના કામ કરે, પતિદેવથી પણ આગળ નીકળે જેથી હવે પછીની મીટીંગોમાં પોતે રજૂઆત કરે તેવી દિલથી શુભેચ્છા,