ગુજરાતનું કહેવાતું gj-૧૮ એક સમયે કર્મચારીઓની નગરી ગણાતી ૧ થી ૩૦ સેક્ટર એટલે gj-૧૮ પણ હવે ન્યુ gj-૧૮ ધમધમતો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને ખ્યાત નામ કલાકાર એવી જાનકી બોડીવાલા gj -૧૮ ની મહેમાન બની હતી, ત્યારે આ સંદર્ભે પોતે ગુજરાતી હોવું તથા ગુજરાતનો વિકાસથી લઈને ગાંધીનગરમાં આવો જાેરદાર શોરૂમના પણ વખાણ કર્યા હતા. વિગતો અનુસાર ન્યુ gj-૧૮ વિસ્તારના કુડાસણ માં આવેલા ધમલેન્ડમાર્ક મોલ ખાતે ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ અને વશ ફિલ્મની હિરોઈન જાનકી બોડીવાલા મહેમાન બની હતી તેને ધ લેન્ડમાર્ક શોરૂમમાં આવેલા સભ્યતા શોરૂમમાં હાજરી આપી હતી. આ સમયે તેને ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતાના ભારેભાર વખાણ કર્યા હતા.