રાજ્યમાં નહીં દેશમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ છે ત્યારે ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારથી ૫૪ વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રભારી રામકિશન ઓઝા, સંદીપજીપ્રદેશ અગ્રણી શ્રી શૈલષભાઈ પરમાર, શ્રી બીમલભાઈ શાહ, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી બળદેવભાઇ લુણી, તથા શ્રીઅરવિંદસિંહ સોલંકી, પ્રમુખ ગાંધીનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ શૈલેન્દ્રસિંહ બિહોલા, પ્રમુખ ગાંધીનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ જીલ્લા તથા શહેરના આગેવાનો પધાર્યા હતા. આગેવાનો પધાર્યા હતા. ગાંધીનગર જૈન સમાજ ના આગેવાનો સર્વ શ્રી જશુભાઇ શાહ, દિગંબર જૈન સમાજ ના શ્રી મેહુલભાઈ દોશી, શ્રી સતીષભાઈ શાહ, શ્રી અરૂણભાઈ ગાંધી, શ્રી કેતુલભાઈ શાહ, શ્રી કમલેશભાઈ શાહ, તેમજ શ્રી સ્થાનક વાસી જૈન સંઘ ના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંધી સાથે ગાંધીનગર દેસાઇ સમાજના આગેવાનો શ્રી તેજાભાઇ દેસાઈ, શ્રીકનુભાઇ દેસાઇ, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રીરાજુભાઇ દેસાઇ, શ્રીઆત્મારામભાઈ દેસાઇ, શ્રી જી.કે.દેસાઈ, શ્રી અજીતભાઇ ગઢવી શહેરના અગ્રણી આગેવાનો સર્વ શ્રી વિજયભાઈ સોલંકી, શ્રી ગૌતમભાઈ સોલંકી, શ્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી, શ્રી અશોકભાઈ શ્રીમાળી, શ્રી નરેશભાઈ પરમાર, શ્રી પ્રહલાદભાઈ પરમાર, શ્રી હેનીશભાઈ રાઠોડ, શ્રી મુકેશભાઈ મારૂ તથા અન્ય આગેવાનો પરિવાર સહ ઉપસ્થિત રહ્યાં હતા. ભગવાન શ્રી ગણેશની પૂજા આરતી કરી અને આશીર્વાદ મેળવ્યા હતા અને મ્યુઝિકલ નાઈટ ઉપક્રમે યોજાયેલ બોલીવુડ ના ગીતો નો કાર્યક્રમ આગેવાનોએ માણ્યો હતો. ગાંધીનગર ખાતે છેલ્લા ૬ દિવસથી વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં નું આયોજન કરી એકતા અને સંસ્કૃતિ સંવર્ધન થાય તે રીતના વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવણી અનોખું આકર્ષણ બની ઉભરી આવેલ છે. ગાંધીનગર ખાતે યોજાયેલ આ ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં શહેરના તમામ વય જૂથના લોકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ તેમની કૃતિઓ રજૂ કરી ગાંધીનગરની કલા અને સંસ્કૃતિ નગરની તરીકેની ઓળખ ને વધુ મજબૂત બનાવી છે.