રામે દિઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો, ત્યારે ભારત એવો દેશ છે, ભલે વસ્તી ૧૪૦ કરોડની હોય પણ કોઈ ભૂખે ના સુએ, ત્યારે ઘણી સંસ્થાઓ નહીં નફો નહીં નુકસાન ફક્ત સેવાના ઉદ્દેશથી સાઇકલ ચલાવે, ત્યારે gj-૧૮ ખાતે આખા ગાંધીનગરમાં જાેવા જઈએ તો ફક્ત ૨૦ રૂપિયામાં ભોજન પીરસતી અને ટિફિન ભરી આપતી એક જ સંસ્થા હશે તે સંસ્થા જીવન પ્રસાદ ઘર કહી શકાય
શહેરમાં સ્પર્ધાત્મક ક્લાસીસો ચાલી રહ્યા છે ત્યારે gj-૧૮ ખાતે ૬૦ રૂપિયાથી લઈને ૩૦૦ ભોજનની ભોજનની થાળી પીરસાય છે, ત્યારે ફક્ત ૨૦ રૂપિયામાં જે આ સંસ્થા સેવા કરી રહી છે તેને ધન્યવાદ પણ કહી શકાય સિનિયર સિટીઝનો થી લઈને અનેક લોકો માટે આ સંસ્થા વરદાન રૂપ અને સહાયરૂપ બની છે સાત્વિક ભોજન મહિલાઓ પોતે બનાવે છે, અને સવારે ૧૧ઃ૩૦ વાગે શરૂ થાય જે ૨ઃ૦૦ વાગ્યા સુધી ભોજન પીરસવામાં આવે છે, મોટી હોટલો રેસ્ટોરન્ટોમાં જમીને વેટરને ટીપ આપીએ તેટલી રકમમાં જમાડતી આ સંસ્થા તથા સંસ્થાના સ્થાપકને વંદન છે, ત્યારે સંસ્થા કોઈની પાસે હાથ લાંબો કરતી નથી, પણ જેને જરૂરિયાત હોય તેને ભોજન કરાવી દે અથવા ઈચ્છા હોય તો જીવન પ્રસાદ ઘરમાં લખાવી દે પણ આ સંસ્થા વધુ ગરીબ કરતાં મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બની છે, આજે નાસ્તાની પ્લેટના પણ ૨૫ થી ૩૦ રૂપિયા દાબેલી વડાપાઉં ૨૦ થી ૩૦ રૂપિયા લે ત્યારે આ સંસ્થા ફ્કત ૨૦ રૂપિયામાં ભોજન આપીને નફો તો કરતી જ નથી પણ સેવા કરે છે, ત્યારે સંસ્થાને અને સંસ્થાના સ્થાપક વંદનીય છે, જે નીલેશ જાની દ્વારા પ્રમોટ થયેલી છે પાર્સલ તથા ટિફિન પણ ભરી આપતા અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની છે,
બોક્સ:-
૨૦ રૂપિયામાં નાસ્તાની પ્લેટ નથી આવતી, ત્યારે મધ્યમ વર્ગ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણતા વિદ્યાર્થી માટે આર્શીવાદરૂપ બની છે જીવન પ્રસાદ ઘરમાં રોજબરોજ શાકથી લઈને પાઉંભાજી પણ પીરસવામાં આવે છે, દાળ બાટી પણ હોય છે, ત્યારે ટિફિન પાર્સલ પણ કરી આપવી આ સંસ્થાને વંદન છે,
ગાંધીનગરના જિલ્લામાં ફક્ત ૨૦ રૂપિયામાં ભોજન આપી આ એક માત્ર સંસ્થા હશે બાકી ૬૦ રૂપિયાથી લઈને ૩૦૦ સુધી હોટેલ રેસ્ટોરન્ટ કેન્ટીનમાં લેવામાં આવે છે, ત્યારે ઘ-૨ ના પેટ્રોલ પંપની સામે, સવારે ૧૧ઃ૩૦ વાગે શરૂ થઈ જાય છે, વેઈટરને આપો ટીપ, તેટલી રકમમાં ભોજન