સનાથળ બ્રીજ નજીક કાચા રસ્તા ઉપર શરીરે મુંઢ માર મારેલ નગ્ન હાલતમાં એક પુરુષની લાશના શંકાસ્પદ મોત બાબતે અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપીઓ અરવિંદભાઈ ઉર્ફે અન્નો,દિવ્યાંશુ ઉર્ફે દેવો,બેચર ઠાકોર

ભોગ બનનાર

અમદાવાદ

ગઇ તા.૨૪/૦૪/૨૦૨૩ ના બપોરના સમયે સનાથળ બ્રીજ નજીક કાચા રસ્તા ઉપર પપ્પુ સન/ઓ હરીલાલ નિશાદ ઉવ.૩૫ થી ૪૦ રહે. સનાથળ ફાટક પાસે આવેલ જીક્રા સ્ટીલ કોર્પોરેશનની ઓરડીમાં સરખેજ અમદાવાદ મુળગામ: જંગલડુમરી નં.૨ ટોલા,પોખરીયાહવા. તા.ભટહદ જી.ગોરખપુર ઉતરપ્રદેશની લાશ નગ્ન હાલતમાં શરીરે મુંઢ ઇજાઓ થયેલ હાલતમાં મળી આવેલ.આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નં.૨૯/૨૦૨૩ સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ દાખલ કરવામાં આવેલ.આ કામે મરણજનારનુ મોત શંકાસ્પદ હોવાનુ જણાય આવતા ક્રાઇમબ્રાંચની જુદી જુદી ટીમો દ્વારા ટેકનીકલ રીતે તેમજ હ્યુમન શોર્સ દ્વારા આ બનાવ બાબતે ફળદાયક હકીકત મેળવવા માટે સક્રીય તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ.આ મરણજનાર પપ્પુ સન/ઓ હરીલાલ નિશાદ ના મોત અંગે તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૩૦૮૪૪૮ ૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશનર  ચૈતન્ય આર. મંડલીક દ્વારા આ વણ શોધાયેલ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીના સ્કૉડના પો.સ.ઈ. એમ.એમ. ગઢવી. પો.સ.ઈ. વી.ડી.ખાંટ અને પો.સ.ઇ. એ.એચ.સલીયા તથા સ્કર્વાડની ટીમ સાથે ટેકનીકલ રીતે તેમજ હ્યુમન શોર્સ દ્વારા આ વણશોધાયેલ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં.આ બનાવ સંદર્ભે હે.કો.કૌશીક ગોવિંદભાઇ અને પો.કો.રમેશકુમાર હીરદેરામને મળેલ બાતમી હકીકત આધારે આરોપી

(૧) અરવિંદભાઈ ઉર્ફે અન્નો સ/ઓ ભરતભાઈ જુઠાજી ઠાકોર ઉ.વ.૨૦ રહેઃ સનાથલ ગામ, શંભુપુરા, ચકલી સ્ટેન્ડ, ચાંગોદર, અમદાવાદ

(૨) દિવ્યાંશુ ઉર્ફે દેવો સ/ઓ બિજેન્દ્રસિંગ માનસિંગ ચૌહાણ ઉ.વ.૨૦ રહેઃ મ.નં.બી/૨, લોકનેસ્ટ સોસાયટી, સ્મશાન સામે, ચાંદખેડા ગામ, અમદાવાદ

(૩) બેચર સ/ઓ જેસંગભાઈ બબાજી ઠાકોર ઉ.વ.૨૦ રહે: સનાથલ ગામ, શંભુપુરા, ચકલી સ્ટેન્ડ, ચાંગોદર, અમદાવાદ ને આજરોજ સરખેજ રેલ્વે ક્રોસીંગ પાસેથી ઓટોરીક્ષા નંબર GJ-38-W-8501 માં જતા હતા ત્યારે પકડી લેવામાં આવેલ છે.

આરોપીઓની કબુલાત

ધરપકડ થયેલ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમ્યાન મળેલ માહિતી મુજબ સનાથળ બ્રીજના છેડે કેટલીક યુવતીઓ ચોરી છુપીથી અનૈતિક દેહ વેપારની પ્રવૃતિ કરતી હતી. ઉપરોકત ત્રણેય આરોપીઓ પૈકી દિવ્યાંશુ ઉર્ફે દેવો તથા જીગર ભરતસિંહ ચૌહાણ રહે.સનાથળ ગામ સરખેજ અમદાવાદ નાઓ અનૈતિક દેહ વેપારની પ્રવૃતિ કરતી યુવતીઓ પાસેથી આ પ્રવૃતિમાં સરળતા રહે તે માટે નાણા લેતા હતા. જેની જાણ આ કામે પપ્પુ હરીલાલ નિષાદને થતા તે પણ અનૈતિક વેપારની પ્રવૃતિ કરતી યુવતીઓ પાસે નાણાની માંગણી કરતો હોય, આ બાબતે જીગર ભરતસિંહ ચૌહાણ અને મરણજનાર પપ્પુ સાથે બોલાચાલી થયેલ હતી.તા.૨૩/૦૪/૨૦૧૩ રાત્રીના સાડા નવેક વાગે દિવ્યાંશુ ઉર્ફે દેવો અને જીગર ચૌહાણ સનાથલ બ્રીજના છેડે કોર્નર પર એકસેસ લઇને પસાર થતા હતા ત્યારે પપ્પુ કોઇની સાથે ઝઘડો કરતો હતો. જેથી જીગર અને દિવ્યાંશુ ઉર્ફે દેવો બંને પપ્પુ પાસે ગયેલા.જયાં પપ્પુ સાથે બોલાચાલી- ગાળાગાળી થયેલ અને મારામારી થયેલ.પંદર વીસ મિનીટ સુધી ઝઘડો –મારામારી થયેલ, લાતો-ફેંટો અને પપ્પુ પાસેના લાકડાના દંડા વડે પપ્પુને માર મારેલ.આ વખતે બેચર ઠાકોર પણ ત્યાં આવી ગયેલ અને તેણે પણ પટ્ટા વડે પપ્પુને માર મારેલ. ત્યારબાદ જીગર અને દિવ્યાંશુ ઉર્ફે દેવો પપ્પુ ને એકસેસ ટુ વ્હીલર પર બેસાડી સનાથળ એચ.પી. પેટ્રોલપંપની પાછળ લઇ ગયેલ.બેચર તેની મોટર સાયકલ લઇને આવેલ અને ત્યારબાદ અરવિંદની રીક્ષામાં અરવિંદ તથા શંભુ આવેલા,ત્યાં જીગર અને દિવ્યાંશુ ઉર્ફે દેવોએ પપ્પુને લાકડાના દંડા વડે અને લાતો-ફેંટોથી માર મારેલ તેમજ અરવિંદ,બેચર અને શંભુએ પણ પપ્પુને લાતો-ફેંટોથી માર મારેલ. બાદ પપ્પુના કપડા ફાડી નાખી અરવિંદની રીક્ષામાં અરવિંદ, જીગર,દિવ્યાંશુ ઉર્ફે દેવો,બેચર અને શંભુએ ભેગા મળી પપ્પુને રીક્ષામાં નાખી સનાથળબ્રીજના છેડા પાસે નેળીયાથી થોડે અંદરના ભાગે ફેંકીને જતા રહેલ હોવાનુ જણાવેલ છે.

અટક કરેલ આરોપીઓ

(૧) અરવિંદભાઈ ઉર્ફે અન્નો સ/ઓ ભરતભાઈ જુઠાજી ઠાકોર ઉ.વ.૨૦ રહે: સનાથલ ગામ, શંભુપુરા, ચકલી સ્ટેન્ડ, ચાંગોદર, અમદાવાદ

(૨) દિવ્યાંશુ ઉર્ફે દેવો સ/ઓ બિજેન્દ્રસિંગ માનસિંગ ચૌહાણ ઉ.વ.૨૦ રહે: મ.નં.બી/૨, લોડ નેસ્ટ સોસાયટી, સ્મશાન સામે, ચાંદખેડા ગામ, અમદાવાદ (૩) બેચર સ/ઓ જેસંગભાઈ બબાજી ઠાકોર ઉ.વ.૨૦ રહે: સનાથલ ગામ, શંભુપુરા, ચકલી સ્ટેન્ડ,ચાંગોદર, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com