સોલા સિવિલ હોસ્પિટલમાં શ્વર પેટીમાં મસા સહિત પહેલી વાર એકી સાથે ઈએનટીની 14 એન્ડોસ્કોપી સર્જરી કરાઈ

Spread the love

કોઈ વ્યક્તિને ચીસો પાડવાની ટેવ હોય, એવા વ્યવસાયમાં હોય કે જ્યાં બહુ બોલવાનું થતું હોય, પ્રોપર રીતે બોલવાની જગ્યાએ સ્ટ્રેસ સાથે બોલતાં હોય તો તેવા કિસ્સામાં અવાજ ઘોઘરો થઈ જાય છે અને સ્વર પેટીમાં મસા થતાં હોય છે. નાના બાળકોના શિક્ષકોમાં પણ આવા કેસ સામે આવતાં હોય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં શ્વર પેટીમાં મસા સહિત પહેલી વાર એકી સાથે ઈએનટીની 14 એન્ડોસ્કોપી સર્જરી કરાઈ હતી.સાથે જ લાઇવ સર્જિકલ વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના 160 જેટલા ડોક્ટરોએ સર્જરીને સ્ક્રીન પર નિહાળી હતી.

સોલા સિવિલના ENT વિભાગનાં વડાં ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, બહુ બોલવાની ટેવના કારણે દર્દીના સ્વર તંતુમાં થયેલા મસાને દૂરબીન વડે સર્જરી કરીને દૂર કરાયું હતું. આ ઉપરાંત નાકમાં મસા, મગજમાં ટ્યૂમર કે ગાંઠ, નાકનો પડદો વાંકો હોય, કાનમાં સડો થયો હોય, ગળામાં તકલીફ કે થાઈરોઇડ જેવા કેસમાં પહેલી ઓક્ટોબરે એક સાથે ૧૪ સર્જરી કરાઈ હતી. સામાન્ય રીતે હોસ્પિટલમાં નિયમિત રીતે આ પ્રકારની સર્જરી થતી હોય છે, પણ તબીબી વિદ્યાર્થીઓને શીખવાડવાના હેતુ સાથે એકીસાથે 14 સર્જરી, લાઈવ વર્કશોપનું પહેલીવાર આયોજન કરાયું હતું. જેમાં એકબીજા સાથે વિચાર વિમર્શ કરાયો હતો.

હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, મગજની અંદર બ્રેઈન સ્ટેમમાંથી બધી નસ નીકળતી હોય તેવા કિસ્સામાં પણ સર્જરી કરાઈ છે. નસ પર દબાણ આવે તો વ્યક્તિને જીવનું જોખમ રહે છે. જોકે કાનના પાછલા ભાગેથી હાડકું હટાવી દૂરબીનની મદદથી ટ્રીટમેન્ટ કરાઈ હતી. આ સર્જરી સવારે નવથી બપોરે 4 કલાક સુધી ચાલી હતી. દર્દીઓમાં 15 વર્ષથી માંડી 65 વર્ષના સામેલ હતા. રાજ્યમાંથી આવેલા ઈએનટી તજજ્ઞોએ સર્જરી કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com