હવે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર મોર્ટાર હુમલો કર્યો

Spread the love

હમાસ અને ઈઝરાયલ વચ્ચે શનિવારે શરૂ થયેલું યુદ્ધ બીજા દિવસે પણ ચાલુ છે. ઈઝરાયલે કહ્યું છે કે રવિવારે યુદ્ધમાં તેમના 26 સૈનિકો માર્યા ગયા હતા. બીજી તરફ રવિવારે સવારે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર મોર્ટાર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈઝરાયલે લેબનોન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે.

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કર્યો હતો. યુદ્ધના બીજા દિવસે ગાઝા બોર્ડર પર તૈનાત ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ નાહલ બ્રિગેડના કમાન્ડર અને તેના 300 લોકોનાં મોત થયા છે. 256 પેલેસ્ટિનિયન પણ માર્યા ગયા છે. ઈઝરાયલમાં 1,864 અને પેલેસ્ટાઈનમાં 1,700થી વધુ લોકો ઘાયલ થયા છે.

જોકે, ઈઝરાયલના ડિફેન્સ ફોર્સના પ્રવક્તા જોનાથન કોનરિકસે એક વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે હમાસના સૈનિકોએ 200થી વધુ ઈઝરાયલીઓને બંધક બનાવ્યા છે. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. આ આંકડો પણ વધી શકે છે. તેમણે કહ્યું- હમાસે ઘણી મહિલાઓ અને બાળકોની હત્યા કરી હશે. આ અંગે અમારી પાસે કોઈ નક્કર માહિતી નથી. તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જો કે, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં હમાસના સૈનિકો ઈઝરાયલના નાગરિકોને બળજબરીથી વાહનોમાં લઈ જતા જોવા મળે છે. જોકે, બીબીસીએ સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક બંધકોને બચાવી લેવાયા છે.

7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કર્યો હતો. ઈઝરાયલમાં 1,864 લોકો ઘાયલ છે અને પેલેસ્ટાઈનમાં 1,700થી વધુ લોકો ઘાયલ છે. હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં 17 મિલિટ્રી કમ્પાઉન્ડ અને 4 મિલિટ્રી હેડક્વાટર પર હુમલો કરવાનો દાવો કર્યો હતો.

ઈઝરાયલમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે ત્યાં હાજર પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને એલર્ટ અને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ અને ભારતથી આવતી ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારત મુશ્કેલ સમયમાં ઈઝરાયલના લોકોની સાથે છે.

જર્મની અને ફ્રાન્સે યહૂદી વિસ્તારોમાં સુરક્ષા વધારી છે.

મેઘાલયના 27 ખ્રિસ્તી અને નેપાળના 7 લોકો ઈઝરાયલમાં ફસાયેલા છે.

સાઉદી અરેબિયાએ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનને હુમલા બંધ કરવાની અપીલ કરી છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાનના ઘણા શહેરોમાં ઈઝરાયલ પર હુમલાની ઉજવણી કરવામાં આવી રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેરુસલેમ પોસ્ટ અનુસાર, હમાસના સૈનિકોએ ઈઝરાયલના કેટલાય નગરો પર કબજો કરી લીધો છે.

એપ્રિલથી નવા હુમલાના સંકેતો દેખાવા લાગ્યા. હકીકતમાં પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ઇઝરાયેલ લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. પછી ગાઝાએ ઈઝરાયેલને એ જ ભાષામાં જવાબ આપવાનું નક્કી કર્યું. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મે મહિનામાં નાની લડાઈ થઈ હતી. એક અઠવાડિયા પછી ઇઝરાયેલના હવાઈ હુમલામાં ત્રણ હમાસ નેતાઓ માર્યા ગયા. તે સંઘર્ષનો ઇજિપ્ત અને યુએન દ્વારા અંત આવ્યો હતો.

1000થી વધુ પેલેસ્ટાઈન ઈઝરાયેલમાં પ્રવેશ્યા ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીના 7 વિસ્તારોના લોકોને તેમના ઘર છોડીને શહેરમાં બનેલા શેલ્ટર હોમમાં જવા કહ્યું છે. સેના અહીં હમાસના સ્થાનો પર હુમલો કરવા જઈ રહી છે. અલ જઝીરા અનુસાર, 1000થી વધુ પેલેસ્ટિનિયન ઇઝરાયેલમાં પ્રવેશી ચૂક્યા છે. આવું 1948 પછી પહેલીવાર બન્યું છે.

ગાઝા પટ્ટીથી હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી હતી. કેબિનેટ સાથેની ઈમરજન્સી મીટિંગ બાદ તેમણે કહ્યું હતું – આ એક યુદ્ધ છે અને અમે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોને આની કિંમત ચૂકવવી પડશે.

હમાસે શનિવારે સવારે લગભગ 8 વાગે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેર પર રોકેટ છોડ્યા હતા. અલ-જઝીરાના અહેવાલ મુજબ આ રોકેટ રહેણાક ઇમારતો પર પડ્યાં હતાં. અત્યારસુધીમાં 22 લોકોનાં મોત થયાં છે. જોકે હમાસે એવો પણ દાવો કર્યો છે કે હુમલામાં 30 ઈઝરાયલના લોકો માર્યા ગયા છે.

હમાસે એવો પણ દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કર્યો હતો. એ જ સમયે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે ગાઝાપટ્ટીમાંથી 2,200 રોકેટ છોડવામાં આવ્યાં હતાં.

હમાસે ચાલી રહેલા ઓપરેશનને ‘અલ-અક્સા ફ્લડ’ નામ આપ્યું છે. અહીં, ઇઝરાયલી સેનાએ હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ’ શરૂ કર્યું છે.

હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ ડેઈફે કહ્યું- આ હુમલો ઈઝરાયલ દ્વારા જેરુસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. સેના હમાસનાં સ્થાનો પર હુમલો કરી રહી છે. હકીકતમાં ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com